અનંત અને રાધિકાના લગ્નમાં અમિતાભ બચ્ચન સલમાન ખાન એ.આર રહેમાન દીપિકા પદુકોણ રણવીર કપૂર આલિયા ભટ્ટ…જેવા સેલિબ્રિટીનો જોવા મળ્યો દમદાર અંદાજ જુઓ તસવીરોમાં અન્ય સુપર સ્ટારનો લાગ્યો મેળો

અનંત અંબાણી ના લગ્ન માટે સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે સાઉથ ના સુપરસ્ટાર અને ફિલ્મના ડાયરેક્ટર પણ એક સાથે જોવા મળ્યા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહિત ફિલ્મના ડાયરેક્ટર અને સાઉથ સુપરસ્ટાર પણ જોવા મળતા હોય છે ત્યારે હવે ફરીવાર અંબાણી પરિવારના ઘર આંગણે તમામ સેલિબ્રિટીએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી દીધી હતી.

આ તસવીરોમાં સૌપ્રથમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શહેનશાહ તરીકે જાણીતા અમિતાભ બચ્ચન તેમની પત્ની જયા બચ્ચન સાથે એન્ટ્રી કરતા જોવા મળ્યા હતા બંને લોકોના અંદાજ થી લોકો તેમના દિવાના બની ગયા હતા અમિતાભ બચ્ચન અંબાણી પરિવારના કોઈપણ પારિવારિક અને સામાજિક પ્રસંગમાં જરૂરથી હાજર આપતા હોય છે આ પહેલાં પણ ઈશા અંબાણી અને આકાશ અંબાણીના લગ્નમાં તેમના સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યા હતા. આ બાદ બોલીવુડના ભાઈજાન તરીકે જાણીતા સલમાન ખાન જોવા મળ્યા હતા જેમની એન્ટ્રીથી ધૂમ મચી ગઈ હતી.

આ બાદ સંગીત ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ અને નામના સમગ્ર વિશ્વમાં ઊભી કરનાર એ આર રહેમાન પણ પોતાના પરિવાર સાથે જોવા મળ્યા હતા ત્યારબાદ સંજય કપૂર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અભિનેતા અને અભિનેત્રીઓથી કાર્યક્રમની શોભા વધારે ખીલી ઉઠી હતી સારા અલી ખાન પોતાના ભાઈ સાથે હાજર રહી હતી અને તેમણે ભાઈ બહેનને એક સાથે ફોટોગ્રાફી કરાવી હતી સંજય દતે પણ પોતાની એન્ટ્રીથી લગ્નમાં ચાર ચાંદ લગાવી દીધા હતા દિશા પટની અને વરુણ ધવન પણ ખૂબ જ સુંદર આકર્ષક લાગી રહ્યા હતા આબાદ બોલીવુડની લોકપ્રિય જોડી સિદ્ધાર્થ મલ્હોત્રાને કિયારા અડવાની એક સાથે જોવા મળ્યા હતા.

બોલીવુડના કિંગ શાહરુખ ખાન પોતાની વાઈફ સાથે જોવા મળ્યા હતા ત્યારબાદ તેમના પુત્ર એ પણ તેની પત્ની સાથે હાજરી આપી હતી. રણવીર કપૂર આલિયા ભટ્ટ સાથે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો વિકી કૌશલ અને કેટરીના પણ આ બાદ જોવા મળ્યા હતા. અંતમાં ટાઈગર શ્રોફ પણ જોવા મળ્યો હતો.

સુનીલ શેટ્ટી નો સમગ્ર પરિવાર એક સાથે ફોટોગ્રાફી કરાવતો જોવા મળ્યો હતો જેમાં તેમના જમાઈ કે રાહુલ અને દીકરી પણ નજરે પડ્યા હતા સમગ્ર પરિવાર ખૂબ જ સુંદર અને પ્રેમાળ લાગી રહ્યો હતો હાલમાં તો સમગ્ર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સાઉથ ના સુપરસ્ટાર અને અભિનેતા અને અભિનેત્રીઓની હાજરીથી અંબાણી પરિવાર ના લગ્ન લોકોની વચ્ચે ખૂબ જ ખાસ અને ચર્ચાનો વિષય બન્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *