અનંત રાધિકાના લગ્નમાં શાહરુખ ખાન, વિકી કૌશલ,કેટરીના કૈફ, શહીદ કપૂર, દિશા પટની, સિદ્ધાર્થ રાઓ જેવા સેલિબ્રિટીઓ એ ધૂમ મચાવી જુઓ ખાસ તસ્વીરો

અંબાણી પરિવારના ઘર આંગણે બાર જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં બોલીવુડ સેલિબ્રિટી નો મેળો જામ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે લગ્નના એક બે મહિના પહેલાથી અંબાણી પરિવાર તરફથી બોલીવુડની મહાન સેલિબ્રિટી ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમામ બોલીવુડની હસ્તીઓનું અંબાણી પરિવાર દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા તમામ લોકોએ અંબાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો આ તમામ લોકોની હાજરીથી પ્રસંગની શોભા વધારે ખીલી ઉઠી હતી અને દરેક લોકો માટે વિશિષ્ટ અને ખાસ લગ્નનો માહોલ બન્યો હતો.

આ તસવીરોમાં સૌપ્રથમ બોલીવુડના કિંગ તરીકે જાણીતા શાહરુખખાને પોતાના સમગ્ર ફેમિલી અને પત્ની સાથે હાજરી આપી લગ્ન પ્રસંગમાં વિશિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય જોડી વીકી અને કેટરીના એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારબાદ કેમેરામેન સામે આકર્ષક અંદાજમાં અલગ અલગ પોઝ આપ્યા હતા જે ચાહકોને પણ ખૂબ જ પસંદ આવ્યા હતા. આ બંને લોકોની જોડી લોકોને ખૂબ જ પસંદ આવે છે તથા બોલીવુડની અનેક ફિલ્મોમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે.આ માહોલ વચ્ચે શહીદ કપૂર પણ પોતાની ખૂબસૂરત પત્ની સાથે જોવા મળ્યા હતા.

આ લગ્ન પ્રસંગ સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્યારા અડવાણી ની હાજરીથી ખૂબ જ ખાસ બન્યો હતો. બંને લોકો ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા આટલી મોટી ફિલ્મ અભિનેતા અને અભિનેત્રીઓ હોવા છતાં પણ પોતાના સંસ્કારોને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ બંનેની જોડી લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની છે તથા અનેક પ્રસંગો અને ફંકશનમાં ધૂમ મચાવતા હોય છે અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપી ક્યારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ચાર ચાંદ લગાવી દીધા હતા. તેમની એન્ટ્રી સાથે જ કેમેરામેન સામે ખૂબ જ આકર્ષક અંદાજમાં કપલ પોઝ આપી તમામ લોકોને દીવાના બનાવ્યા હતા.

આબાદ હાલમાં થોડા સમય પહેલા રિલીઝ થયેલી મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મના અભિનેતા રાજકુમાર રાઓ પણ આ લગ્નમાં જોડાયા હતા. થોડા સમય પહેલા તેમની રિલીઝ થયેલી ફિલ્મને ચાહકો તરફથી ખૂબ પ્રેમ સાથને સહકાર પ્રાપ્ત થયો હતો આ કારણથી જ તેમની લગ્નમાં એન્ટ્રી ની સાથે જ તમામ લોકોએ ખૂબ જ ધૂમ મચાવી હતી. તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીઓ પોતાના સમગ્ર પરિવાર પત્ની અને બાળકો સાથે વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહી અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી તેમને આ શુભ પ્રસંગ ને ખાસ બનાવ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *