ગુજરાતના હાસ્ય કલાકાર માયાભાઈ આહીરે દર્દીઓની સેવા કરવા માટે વેરાવળ માં સૌથી મોટી હોસ્પિટલ નો શુભારંભ કર્યો, સાધુ સંતો સાથે અનેક રાજનેતાઓ રહ્યા હાજર જુઓ વાયરલ તસવીરો
ગુજરાતના હાસ્ય કલાકાર તરીકે જાણીતા માયાભાઈ આહીર આજે માત્ર સાહિત્ય ક્ષેત્રે જ નહીં પરંતુ સેવા કાર્યોના ક્ષેત્રે પણ હંમેશા આગળ રહ્યા છે. આજ કારણથી આજે તેઓ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે. માયાભાઈ આહીર હાલમાં જ એક અનોખું સેવા કાર્ય કરી સૌ લોકોના દિલ જીતી લીધા હતા.
આ વાત આજે સોશિયલ મીડિયામાં ચારેકોર ધૂમ મચાવી રહી છે. માયાભાઈ આહીર હાલમાં જ વેરાવળ ખાતે વીમ્સ હોસ્પિટલ નો શુભારંભ કર્યો હતો. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.
આ હોસ્પિટલ નો મુખ્ય ઉદ્દેશ છે કે દર્દીની સેવા કરવી એ જ આપણો ધર્મ અને ફરજ છે. આ ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે માયાભાઈ આહીર અને તેમના પુત્રના ઉમદા વિચારોને કારણે આ હોસ્પિટલનો વારંવાર કરવામાં આવ્યો હતો. માયાભાઈ આહીર ના આ કાર્યને સૌ લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા.
માયાભાઈ આહીર આવા અનેક કાર્યો અવારનવાર કરતા રહે છે. વિમ્સ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ તથા સાંસદ શ્રી સી આર પાટીલ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરા સાહેબ, આ સાથે સમાજના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આમંત્રિત મહેમાનો તથા સમાજના આગેવાનોએ માયાભાઈ આહીર અને તેમના પુત્રના આ વિચારને વધાવી તેમાં કાયમ માટે સાથ સહકાર આપવાની તૈયારી બતાવી હતી. આમંત્રિત મહિમાનો સાથે સાથે અનેક મંદિરોના સાધુ સંતો અને મહંતો પણ આ વિશિષ્ટ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
તેમાં પરમ પૂજ્ય શ્રી શેરનાથ બાપુ, પરમ પૂજ્ય શ્રી ઇન્દ્રભારતી બાપુ, પરમ પૂજ્ય શ્રી બાલકનાથ બાપુ, પરમ પૂજ્ય શ્રી જયવીર નાથ બાપુ આ તમામ સાધુ સંતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માયાભાઈ આહીર આ નવા કરેલા વિચારમાં સફળતા મેળવવા માટે તમામ સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
માયાભાઈ આહીર ગુજરાતના આટલા મોટા કલાક હોવા છતાં પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મ ક્યારેય ભૂલ્યા નથી તેથી તેઓ આવા સત્કાર્ય કરવામાં હંમેશા આગળ રહે છે સાથે સાથે તેમના પુત્રોને પણ સારા સંસ્કારો પૂરા પાડ્યા છે. આ સાથે માયાભાઈ આહીર સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતાં લખ્યું કે આપ સૌ લોકોએ પ્રસંગમાં હાજરી આપી એ બદલ આપ સૌ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આ વાયરલ તસવીરોમાં અનેક લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી નવી હોસ્પિટલ બદલ શુભકામનાઓ પાઠવી માયાભાઈ આહીર ના ખૂબ વખાણ કર્યા હતા.