વર્લ્ડ કપમાં ભારતની જીત માટે ક્રિકેટર ગૌતમ ગંભીરે સાલાસર ધામ ભગવાન બાલાજીને પ્રાર્થના કરી જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ipl 2024 માં કોલકત્તાની ટીમ ત્રીજી વાર ipl જીતવામાં સફળ રહી હતી. આ જીત પાછળ કોલકત્તાના તમામ ખેલાડીનો ખૂબ જ સંઘર્ષ અને મહેનત રહેલી છે સાથે સાથે કોલકત્તા ના માલિક બોલીવુડના ટીમ શાહરુખ ખાન એ શુભેચ્છા પાઠવી હતી. પરંતુ આ જીત પાછળ કોલકત્તાના કોચ ગૌતમ ગંભીરનો ખૂબ જ ફાળો રહ્યો છે. Ipl ની શરૂઆતની સાથે જ ગૌતમ ગંભીરે પોતાની ટીમ ને જીતાડવાના તમામ પ્રયાસો કર્યા હતા અને અંતે કોલકત્તા ની ટીમ 2024 માં ત્રીજી વાર ipl જીતવામાં સફળ રહી હતી.
કલકત્તાના તમામ ચાહકોએ ગૌતમ ગંભીરની કોચિંગના ખૂબ જ વખાણ કર્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ વર્લ્ડ કપ 2011માં ગૌતમ ગંભીરે શાનદાર ઇનિંગ રમી ભારતને જીત અપાવી હતી. ગૌતમ ગંભીર માત્ર સારા ખેલાડી નહીં પરંતુ આજના સમયમાં એક સર્વશ્રેષ્ઠ કોચ તરીકે પણ પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે. ક્રિકેટથી દૂર હોવા છતાં પણ ગૌતમ ગંભીર આજે પોતાની કોચિંગ થી દરેક લોકોના દિલ જીતી લે છે.
ગૌતમ ગંભીર ભગવાન પ્રત્યે પણ ખૂબ જ આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે આ કારણથી જ તેઓ ક્રિકેટ ક્ષેત્રે આજે સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે તે પોતાની દરેક સફળતા પાછળ ભગવાનનો આભાર જરૂરથી માને છે ત્યારે કોલકત્તાની જીત બાદ ગૌતમ ગંભીર સિદ્ધપીઠ શ્રી સાલાસર ધામ પહોંચ્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ મંદિર રાજસ્થાનના ચુરુ જિલ્લામાં સુજાનગઢ નજીક સાલાસર શહેરના હૈસલસર વિસ્તારમાં આવેલું છે.
શ્રી સાલાસર બાલાજી મંદિર ભગવાન હનુમાનને સમર્પિત છે, જેને ભક્તો દ્વારા આદરપૂર્વક અહીં બાલાજી અથવા બાબા તરીકે ઓળખવામાં આવે છે. તે શક્તિ સ્થાન (શક્તિનું સ્થાન) પૈકીનું એક માનવામાં આવે છે. આ પવિત્ર તીર્થસ્થાનમાં ગૌતમ ગંભીરે માથું ઝુકાવી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ સાથે સાથે આવનારા વર્લ્ડ કપમાં ભારતની જીત માટે પ્રાર્થના પણ કરી હતી.
મંદિરના ટ્રસ્ટીગણો દ્વારા ગૌતમ ગંભીરનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ગૌતમ ગંભીર માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો જેથી કરી કોઈ પણ જાતની અવ્યવસ્થાના સર્જાય. આ મંદિરમાં ગૌતમ ગંભીર સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા આથી કહી શકાય કે આટલા મોટા ક્રિકેટર હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ તેણે આજે લાખો ભારતીય ના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.