જાણો ગુજરાતના કયા પ્રસિદ્ધ મંદિર પહોંચ્યા ગુજરાતના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેના પત્ની રીવાબા જાડેજા જુઓ તેની સુંદર તસ્વીર
ગુજરાતના અનેક ક્રિકેટરો આજે ઇન્ટરનેશનલ કક્ષાએ જઈ સમગ્ર ભારત તથા દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. તેમાં પણ રવિન્દ્ર જાડેજા પ્રથમ નંબરે આવે છે તેઓનો જન્મ ગુજરાતના એક નાનકડે એવા ગામમાં થયો છે પરંતુ આજે તેઓ ક્રિકેટમાં અનેક સફળતા હાસિલ કરી દરેક ગુજરાતીઓનું દિલ જીતી રહ્યા છે. તે દરેક ગુજરાતીઓ માટે ખૂબ ગર્વની વાત છે કારણ કે આવા ક્રિકેટરો આજે દરેક ગુજરાતીઓને ગર્વ અપાવી રહ્યા છે ત્યારે રવિન્દ્ર જાડેજા સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલા રહે છે.
તે તેના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે તથા આટલા મોટા ક્રિકેટર હોવા છતાં પણ હંમેશા સાદગી ભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. તે તેઓ પોતાની સાતગીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે તેનો સમગ્ર પરિવાર પણ ખૂબ જ સુંદર છે. તેઓ હંમેશા પોતાના પરિવાર સાથે જ સમય વિતાવે છે. તેઓનું હાલમાં જ એક વિડીયો તથા પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં રિવાબા અને રવિન્દ્ર જાડેજા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ગુજથી 105 કિલોમીટરના અંતરે આવેલા મા આશાપુરા ના મંદિરે ગયા હતા ત્યાં તેમણે માં આશાપુરાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા . આ મંદિર માતાનો મઢ તરીકે પ્રસિદ્ધ છે. જ્યાં નવરાત્રી જેવા દિવસોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે તથા માં આશાપુરા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આશાપુરા માતાની છ ફોટો છે અને છ ફૂટ પહોળી મૂર્તિ છે અને આજના આવા કળિયુગમાં પણ માં આશાપુરા હાજર બિરાજમાન છે અને દરેક ભક્તોની રક્ષા કરે છે.
આ મંદિર પાછળ ઘણા બધા ઇતિહાસો જોડાયેલા છે કહેવાય છે કે આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલા દેવચંદ નામનો મારવાડનો કરાર વેશ્ય કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તેમની ભક્તિ જોઈને માતા ખુશ થયા હતા અને તેમને સ્વપ્નમાં દર્શન આપી જણાવ્યું હતું કે તું મારું મંદિર બંધાવજે અને મંદિરના દરવાજા છ મહિના સુધી ઉગાડતો નહીં પરંતુ વાણિયાને રાહ જોઈને અને તેણે પાંચમા મહિનામાં જ મંદિરના દ્વાર ખોલી દીધા ત્યાં તેમણે માતાની ભવ્ય મૂર્તિના દર્શન થયા પરંતુ તેને યાદ આવ્યું કે માતાએ મને છ મહિના સુધી દરવાજા ખોલવાની ના પાડી હતી પરંતુ મેં તેના દ્વારા ખોલી દીધા જેને કારણે માતાજીની અર્થ વિકસિત મૂર્તિનું ત્યાં નિર્માણ થયું જેથી માતાજીના ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું.
આજે પણ તમે ત્યાં દર્શન કરવા જશો તો તમને અધૂરી મૂર્તિના જ દર્શન થશે પરંતુ આ મૂર્તિ ખૂબ જ અદભુત લાગી રહી છે. જાણે એમ જ લાગે કે માતાજી આપણી સામે જ દર્શન આપી રહ્યા છે આ મંદિરના દર્શન કરવા માટે માત્ર ભારત ગુજરાતી જ નહી પરંતુ વિદેશમાંથી પણ લોકો માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે તથા માતાજી સૌ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. રિવાબા જાડેજા પણ હંમેશા સાદગી ભર્યો જીવન જીવવાનું જ પસંદ કરે છે. તેથી જ તેઓ રવિન્દ્ર જાડેજા સાથે સાથે રિવાબા જાડેજા પણ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા નું પૂરું નામ રવિન્દ્ર સિંહ અનુરૂપ સિંહ જાડેજા છે તેમનો જન્મ છ ડિસેમ્બર 1988 ના રોજ જામનગર જિલ્લામાં થયો હતો તેમની ઉંમર ૩૫ વર્ષની છે. પરંતુ આજે પણ તેઓ ક્રિકેટની દુનિયામાં ખૂબ સારું પ્રદર્શન કરે છે તથા તેને લોકો પ્રેમથી બાપુ કહીને ઓળખે છે તેવો બાપુ જેવા શોખ પણ ધરાવે છે.
તેઓનું એક પર્સનલ ફાર્મ તથા ઘોડે સવારીનો પણ ખૂબ મોટો શોખ ધરાવે છે તેઓ અવારનવાર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઘોડે સવારીના તથા તલવારબાજી ના વિડીયો પણ વાયરલ કરતા હોય છે તેમને સૌપ્રથમ સૌરાષ્ટ્ર તરફથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ તેમને આઈપીએલમાં પણ રાજસ્થાન રોયલ તરફથી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાનો અવસર મળ્યો હતો ત્યારબાદ આજે તેઓ ચેન્નઈ સુપર કિંગ્સ ની ટીમમાં રમી રહ્યા છે 2023 ની આઇપીએલ ની ફાઇનલ ચેન્નઈ સુપર કિંગ્સ તથા ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાય હતી.
જેમાં રવિન્દ્ર જાડેજા એ ખૂબ સારું પ્રદર્શન કરી ચેન્નઈ સુપર કિંગ્સને વિજેતા બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા ની આવી જબરી બેટિંગ જોઈ મહેન્દ્રસિંહ ધોની પણ ખૂબ જ ખુશ થયા હતા ને જીત્યા બાદ તેમને પોતાની ગોદમાં ઉઠાવી લીધા હતા રવિન્દ્ર જાડેજાએ ચેન્નઈ સુપર કિંગ્સની આનબાન અને શાન છે તેથી જ ચેન્નઇ સુપરકિંગ દર વર્ષે ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે તેની સાથે સાથે રવિન્દ્ર જાડેજા સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર માં ના એક છે.