અનંત અંબાણીના લગ્નમાં ક્રિકેટ જગતનાં દિગ્ગજ ખેલાડીઓએ પરિવાર સાથે આપી હાજરી હાર્દિક પંડ્યા, સુર્યકુમાર યાદવ, એમએસ ધોની, ગૌતમ ગંભીર અને….જુઓ અન્ય ખેલાડીની તસવીરો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન ની શોભા ક્રિકેટરોના આગમનથી ખીલી ઉઠી હતી અંબાણી પરિવાર તરફથી ક્રિકેટ જગતના તમામ દિગ્ગજ ખેલાડીઓને અનંત અંબાણી ના લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. 12 જુલાઈ 2024 ના રોજ અનંત અંબાણી અને રાધિકા મુંબઈના jio વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાયા હતા.
આ પ્રસંગમાં હાજરી આપવા માટે ક્રિકેટ જગતના તમામ ખેલાડીઓએ હાજરી આપી હતી. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર ક્રિકેટ સાથે ખૂબ જ નજીક થી જોડાયેલો છે.માત્ર એટલું જ નહિ પરંતુ અંબાણી પરિવાર આઇપીએલ માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ ના માલિક પણ છે.આ કારણ થી જ લગ્ન માં ખેલાડીઓ નો મેળાવડો જોવા મળ્યો હતો.
આ તસવીરોમાં પ્રથમ ભારતીય ટીમના નવા કોચ અને 2011 વર્લ્ડ કપ ના હીરો તરીકે જાણીતા ગૌતમ ગંભીર તેમની પત્ની સાથે જોવા મળી રહ્યા છે. આ બાદ ઇન્ડિયન ફાસ્ટ બોલર જસ્પ્રિત બૂમરાહ અને તેમની પત્ની એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.બૂમરાહ ને આ વર્ષે t ૨૦ વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સિરીઝ ની ટ્રોફી પણ પ્રાપ્ત થયેલ છે.
ઇન્ડિયન ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા પણ વ્હાઇટ આઉટફિટ સાથે જોવા મળ્યો હતો.પરંતુ તેની પત્ની જોવા મળી ન હતી. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત ની ટીમ ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેમનો પરિવાર અંબાણી પરિવાર ના તમામ ફંકશન માં જોવા મળી રહ્યો છે.આથી લગ્ન સ્થળે પણ તેમની પત્ની અને પુત્રી સાથે જોવા મળ્યો હતો.
આ તસવીરોમાં મહેન્દ્રસિંહ ધોની નો પરિવાર ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યો છે. બોલિંગ સ્પીનર ની દુનિયાના બાદશાહ ચહલ અને તેમની પત્ની ધન શ્રી એ પણ હાજરી આપી હતી. આ બાદ કે એલ રાહુલ અને અહલ્યા શેટી પણ લગ્ન માં જોવા મળ્યા હતા. બંને લોકો ભારતીય પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ પહેરવેશ પોતાની સાથે જ સોશિયલ મીડિયામાં તમામ લોકોએ કપલના ખૂબ વખાણ કર્યા હતા. હાર્દિક પંડ્યા ના મોટાભાઈ કુણાલ પંડ્યા પોતાની પત્ની પંખુડી શર્મા સાથે લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે ઈશાન કિસાન પણ જોવા મળ્યા હતા. આ તમામ ખેલાડીઓ મુંબઈની ટીમ સાથે જોડાયેલા છે.
ટી 20 વર્લ્ડ કપ 2024 માં સાઉથ આફ્રિકા સામે છેલ્લી ઓવરોમાં હીરો બનેલા સૂર્યકૂમાર યાદવ પણ આ લગ્નમાં વિશેષ રીતે હાજર રહ્યા હતા તેમની સાથે તેમની પત્ની પણ આકર્ષક અંદાજમાં સાડી સાથે જોવા મળી હતી. ભારતીય ક્રિકેટ ટીમના યુવા પ્લેયર તિલક વર્મા તેમના પિતા સાથે લગ્નમાં હાજર રહ્યા હતા આપને જણાવી દઈએ કે તિલક વર્મા આ વર્ષે મુંબઈની ટીમમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ભારતની ટીમમાં પણ પોતાનો અગ્રિમ ફાળો આપી દરેક જીતને પ્રાપ્ત કરી છે.
માત્ર ભારતના ખેલાડીઓ નહીં પરંતુ પૂર્વ કોચ અને પૂર્વ કેપ્ટન પણ અંબાણી પરિવારના લગ્નમાં જોવા મળ્યા હતા. તમામની હાજરી થતાની સાથે જ અંબાણી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા તમામ લોકો લગ્નની વિધિઓમાં જોડાયા હતા ક્રિકેટના તમામ ખેલાડીઓ અંબાણી પરિવારના કોઈ પણ પારિવારિક અથવા સામાજિક પ્રસંગોમાં હાજરી આપતા હોય છે.
હવે ફરીવાર અનંત અંબાણીના લગ્નમાં ક્રિકેટરોની હાજરીથી લગ્નની શોભા વધારે ખીલી ઉઠી હતી. આ સાથે અંબાણી પરિવાર નો ક્રિકેટ જગત સાથે ખૂબ જ જૂનો સંબંધ રહ્યો છે તેમના બંને પુત્ર આકાશ અને અનંત ક્રિકેટ જોવાના ખૂબ મોટા શોખીન છે આ કારણથી જ તેમના પરિવારમાં ક્રિકેટરોની હાજરી ખૂબ જ સ્વાભાવિક છે હાલમાં તો આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ ક્રિકેટરોના ચાહકો અને અંબાણી પરિવારના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી.