અંબાણી પરિવારના ફંક્શનમાં હાજર રહ્યા ક્રિકેટ જગતના મહાન ક્રિકેટરો – જુઓ તસવીર
અંબાણી પરિવારના રજવાડી લગ્નમાં અનેક દેશ વિદેશથી મહેમાનો જોવા મળ્યા હતા. બોલીવુડ થી માંડી હોલિવૂડ સુધી તથા વિશ્વના ટોપ બિઝનેસ મેનુ અંબાણી પરિવારના આ શાહી લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથે સાથે ક્રિકેટ જગત સાથે જોડાયેલા અનેક ક્રિકેટરો અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપી હતી.
તેમાં જો વાત કરીએ તો ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા થયેલા સચિન તેંડુલકર પરિવારના જોવા મળ્યા હતા. સચિન તેંડુલકર નો સંબંધ અમ્માણી પરિવાર સાથે ખૂબ જૂનો છે મુકેશ અંબાણીની ટીમ મુંબઈ ઇન્ડિયન્સના તેઓ કેપ્ટન પણ રહી ચૂક્યા છે તેથી અંબાણી પરિવારના કોઈ પણ ફંકશનમાં સચિન તેંડુલકર ઉપસ્થિત રહે છે.
સચિન તેંડુલકર એ આમંત્રણ મળતાની સાથે જ અંબાણી પરિવારનો ખુબ ખુબ આભાર માન્યો હતો તથા દરેક લોકો સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. સચિન તેંડુલકરની એન્ટ્રીની સાથે જ જામનગરમાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. સચિન તેંડુલકર આજે પણ તેમના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે સચિન તેંડુલકરે પહેરેલો લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.
તેમના લૂકની જો વાત કરીએ તો બ્લેક સુટ માં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા ત્યારબાદ મહેન્દ્રસિંહ ધોની ની જો વાત કરીએ તો તેઓએ પણ અનેક લોકો સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. જોકે તેઓ લાંબા સમયથી ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે પરંતુ આજે પણ તેમના ચાહકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે લોકોના માર્ગદર્શક બની ચૂકેલા ધોનીએ પણ દરેક લોકો સાથે વાતચીત કરી આપરી વેડિંગ ફંકશનનો આનંદ માણો હતો.
આ સાથે વેસ્ટ ઈન્ડિઝ ઓલ રાઉન્ડર ડીજે બ્રાવો પણ અંબાણી પરિવારના રજવાડી લગ્નમાં જોવા મળ્યા હતા. તેમને બોલીવુડ તથા હોલિવૂડ સાથે સંકળાયેલા અનેક સેલિબ્રિટી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું તથા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના ખૂબ જ વખાણ કર્યા હતા. ડીજે બ્રાવો સંપૂર્ણ બ્લેક શૂટમાં જોવા મળ્યા હતા. તેમની પત્ની એ પણ ડીજે બ્રાવો સાથે ફોટો પડાવ્યા હતા. તમામ ક્રિકેટરો પોતાના સમગ્ર પરિવાર સાથે અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપી હતી.
જાણે સંપૂર્ણ ક્રિકેટ જગત જામનગર ખાતે ભેગું થયું હોય તેવું દ્રશ્ય ક્રિકેટરો દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું. તમામ ક્રિકેટરોએ ડિનર તથા નાઈટ ડીજે પાર્ટીનો પણ આનંદ માણો હતો તથા દરેક ક્રિકેટરોએ ગુજરાતવાસીઓના પ્રેમના ખૂબ વખાણ કર્યા હતા. એરપોર્ટ ખાતે જ તમામ ક્રિકેટરોના ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યા હતા તથા તેમની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં જામનગર ખાતે તેમના ચાહકો જોવા મળ્યા હતા. ક્રિકેટરોને તમામ પ્રકારની સુરક્ષા મળી રહે તે માટે અંબાણી પરિવારે તમામ પ્રકારની સુરક્ષા ની વ્યવસ્થા કરી છે જેથી કરીને આગળના સમયમાં કોઈ પણ ક્રિકેટરોને અવ્યવસ્થા ના સર્જાય શકે.