શહીદ જવાનની દીકરી ના લગ્નમાં CRPF ના જવાનોએ હાજરી આપી એવું કાર્ય કર્યું કે તમે પણ વખાણ કરતા નહીં થાકો
હાલ સમગ્ર ભારતમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઘણીવાર અમુક લગ્ન સોશિયલ મીડિયામાં અને લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની જતા હોય છે આવા જ એક લગ્ન રાજસ્થાનમાં સામે આવ્યા છે. આ લગ્નમાં સીઆરપીએફના જવાનોએ શહીદ દીકરીઓના લગ્નમાં પિતા અને પુત્રની જવાબદારી સંભાળી તમામ દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. 23 એપ્રિલના રોજ વીર શહીદ રાકેશ મીનાની પુત્રીના લગ્ન થયા હતા.
જેમાં સીઆરપીએફના જવાનોએ હાજરી આપી કન્યાદાન સાથે સાથે પિતા અને પુત્રની જવાબદારી માથે લીધી હતી. આ અનોખા વિચારે તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
લગ્ન થઈ રહેલા પુત્રી ના પિતા વર્ષ 2010 માં શહીદ થઈ ગયા હતા ત્યારબાદ શહીદ થયેલા જવાનના કાકાએ જણાવ્યું હતું કે અમારો પરિવાર ત્યારબાદ સંપૂર્ણપણે તૂટી ગયો હતો. આ બાદ મોટી પુત્રી સારિકાના લગ્ન કઠું મરના રહેવાસી નરેન્દ્ર મીના સાથે યોજાયા હતા. જેમાં સીઆરપીએફના જવાનોએ હાજરી આપી દીકરી નું કન્યાદાન કર્યું હતું.
આ લગ્નમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ડીઆઈજી સંજય સાથે બે કમાન્ડર ઇન્સ્પેક્ટર, રાજગઢના નાયબ પોલીસ અધિક્ષક મનીષા મીના, અને અન્ય સીઆરપીએફના જવાનોએ હાજરી આપી લગ્નની શોભા વધારી હતી. આ બાદ દીકરીને તમામ જવાનોએ પોતાના નવા લગ્ન જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા.તથા જીવનભરની જવાબદારી પિતા અને પુત્ર બની નિભાવવાનું વચન આપ્યું હતું.
આ સાથે સાથે સીઆરપીએફના જવાનોએ દીકરીને મિક્સર, સ્ટવ, એસી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેટમાં આપી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ 21000 રૂપિયા રોકડા આપ્યા હતા જોકે સારિકાના સીઆરપીએફ ફંડમાં 1,51,000 રોકડા હતા. પરંતુ સીઆરપીએફના આ વિચારને લોકોએ ખૂબ જ વધાવ્યો હતો તથા તેના મન ભરીને વખાણ પણ કર્યા હતા.
આ બાદ સીઆરપીએફના જવાનોએ વિદાય વખતે દીકરીને કહ્યું કે અમે તમારો પરિવાર પાછો લાવી શકતા નથી પરંતુ અમારો પરિવાર હંમેશા તમારી સાથે ઉભો છે અમે જીવનભર પિતા અને પુત્રની જવાબદારી નિભાવવા માટે તૈયાર છીએ. આ દ્રશ્ય અને શબ્દો દરેક લોકોને ભાવુક કરી દીધા હતા.
હાલમાં તો આ લગ્નની તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી સીઆરપીએફ જવાનોના મન ભરીને વખાણ કરી રહ્યા છે તેની સાથે સાથે કોમેન્ટમાં જય હિન્દ જય ભારત શહીદ જવાન અમર રહો તથા દીકરીને લગ્ન જીવનના આશીર્વાદ પણ પાઠવ્યા હતા.