CSKએ આ યુવા ક્રિકેટરને કરોડોમાં ખરીદી સપનું કર્યું પૂર્ણ, જાણો કોણ છે આ વ્યક્તિ
ક્રિકેટનો સૌથી મોટો તહેવાર આઈપીએલને માનવામાં આવે છે જેમાં દરેક ક્રિકેટરો પોતાનું ટેલેન્ટ બતાવે છે અને ક્રિકેટની દુનિયામાં આગળ વધતા હોય છે ત્યારે 2024 માં થનારી ipl ની હરાજી મંગળવારે 19 ડિસેમ્બર દુબઈમાં યોજવામાં આવી હતી. આ હરાજીમાં ઓસ્ટ્રેલિયાના નીચે સ્ટાર અને પેટ કમિંગ એ બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. બીજી તરફ ભારતીય યુવાનો પણ પાછળ રહ્યા નહોતા જેમાં શુભમ ડુબે શાહરુખ ખાન સહિત ઘણા ખેલાડીઓએ પણ ધૂમ મચાવી હતી.
આઈપીએલની હરાજીમાં સમીરને ખરીદવા માટે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ બંને લડાઈ કરી હતી જેમાં ચેન્નઈ સમીરને 20 લાખની બેસ્ટ પ્રાઈઝ સાથે ખરીદવાની પહેલી બોલી લગાવી હતી આ પછી તેમનો સામનો ગુજરાતની ટીમ સાથે થયો હતો જેમાં આ વર્ષે ગુજરાત ટાઇટન્સ ની ટીમ સુગમનગીલની કેપ્ટન હેઠળ રમવા જઈ રહી છે. ત્યારે ગુજરાતી 7.40 કરોડની છેલ્લી બોલી લગાવી આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ દિલ્હી કેપિટલ્સનો પ્રવેશ થયો દિલ્હી એ માત્ર બે વાર બોલી લગાવી અને પછી તેણે પણ હાર સ્વીકારી.
આ રીતે ગુજરાત અને દિલ્હી સાથેની લડાઈ બાદ આખરે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 8.40 કરોડની મોટી બોલી લગાવીને ખરીદ્યો હતો જોકે ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષે પણ ધોનીની હેઠળ રમવા જઈ રહી છે. ગયા વર્ષે તે ગુજરાત ટાઇટન્સની ટીમ સામે જીત હાસિલ કરી હતી અને પાંચમી વાર ટ્રોફી જીતવામાં સફળ રહી હતી. પરંતુ, સમીરને આઠ કરોડ ૪૦ લાખમાં ખરીદ્યો હોવાથી તેના પરિવારમાં એક તહેવાર જેવો માહોલ બન્યો હતો. તમામ પરિવારજનોએ તેને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી યુપીના મેરીટ લાલ કૃતિ વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષના સમીર રિજવીના પરિવારમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ મહેનત કરી ઘણા બધા રન બનાવ્યા છે. આટલું જ નહીં સમીર ખૂબ જ સારું ક્રિકેટ રમી જોગા અને છગ્ગા મારવામાં માસ્ટર બ્લાસ્ટર છે. સમીરના પિતા જણાવતા કહે છે કે, સ્કૂલના દિવસોમાં તેને ભણવામાં જરા પણ મન નહોતું લાગતું તે અમારી સાથે ઘણી બધી દલીલો કરતો પરંતુ આ બધો જ શ્રેય સમીરના મામા જે તેને કોચ તરીકે શીખવાડતા હતા. ક્રિકેટની દુનિયામાં તેના મામાએ તેને ખૂબ જ મહેનત કરાવી હતી. તે જ્યારે પાંચ વર્ષનો થયો ત્યારે તેના મામા તેને ગાંધીબાગમાં રમવા પોતાની સાથે લઈ ગયા હતા.
સમીરનું નામ જ્યારે ટ્રોફીમાં ના આવ્યું ત્યારે બંને બહેનો ખૂબ જ રડી પડી હતી. પછી તેને તેને પ્રોત્સાહિત કરી અને કહ્યું એક દિવસ તું ચોક્કસ પણે પરિવારને અપાવશે હવે તેના પિતા સાથે તેના સમગ્ર પરિવારને તેના પર ખૂબ જ ગર્વ છે. તેની સાથે સાથે સમગ્ર યુપીને સમીર પર ખૂબ જ ગર્વ છે. કારણ કે, યુપીનો એક યુવાન આઈપીએલના મોટા સ્ટેજ પર પોતાની ટેલેન્ટ વિકસાવશે સમીરને બાળપણથી જ ધોની સાથે રમવાનું સપનું હતું.
ત્યારે તેનું સપનું ચેન્નઇ સુપરકિંગ્સની ટીમમાં રમવાથી સાકાર થશે ક્રિકેટની દુનિયામાં સમીર હંમેશાં ધોનીને પોતાનો આદર્શ માન્યો છે. ત્યારે ટૂંક જ સમયમાં તેના આદર્શ નીચે રમવાનું સપનું સમીરનું પૂરું થવા જઈ રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આઈપીએલના આ મેદાનમાં સમીર પોતાનું ટેલેન્ટ કેવી રીતે વિકસાવી શકે છે.