|

CSKના નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે IPL ઇતિહાસના વિરાટ કોહલી અને ધોની ના તમામ રેકોર્ડ તોડ્યા, જાણો આ ખેલાડી ની કહાની

Ipl 2024 માં અનેક યુવા ખેલાડીઓ ચમકી રહ્યા છે જે આગળ જતા ભારતનું ભવિષ્ય બની શકે છે જેથી કરી શકાય કે ક્રિકેટ જગતમાં ભારતનું ભવિષ્ય ખૂબ જ સુરક્ષિત છે. આ વાત ઋતુરાજ ગાયકવાડે પોતાના પર્ફોર્મન્સથી સાકાર કરી બતાવી છે. ચેન્નઈ સુપર કિંગ્સ નો સામનો છેલ્લી વખત પંજાબ ની ટીમ સાથે થયો હતો આ મેચમાં પંજાબ ની ટીમે સીએસકે સામે જીત નોંધાવી હતી.

પરંતુ સીએસકે ના નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 62 રનની ઈનીગ રમી પોતાની ટીમને સર્વશ્રેષ્ઠ સ્કોર સુધી પહોંચાડી હતી. આ સાથે જ તે તમામ ખેલાડીઓને પાછળ છોડી ઓરેન્જ કેપ નો હકદાર બની ગયો હતો. Ipl 2024 માં પ્રથમ વાર સીએસકે ની ટીમ એમ એસ ધોની ની કેપ્ટન સી નીચે નહીં પરંતુ ઋતુરાજ ગાયકવાડ ટીમને સંભાળી રહ્યા છે તેવામાં આ વખતે ઋતુરાજ ગાયકવાડે અનેકવાર પોતાની ટીમને જીત અપાવી અપાવી છે. આ ખેલાડીએ ipl ની 10 મેચમાં 509 રન બનાવ્યા હતા.

આવનારા સમયમાં ઋતુરાજ ગાયકવાડ વિરાટ કોહલી રોહિત શર્મા એમ એસ ધોની જેવા સર્વશ્રેષ્ઠ ખેલાડીઓના તમામ રેકોર્ડ તોડી શકે છે. બુધવારે યોજાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ એ પ્રથમ બેટિંગ કરતા 162 રન બનાવ્યા હતા. જેમાં ઋતુરાજ ગાયકવાડે 48 બોલમાં પાંચ ચૌકા અને બે છગ્ગા ની મદદથી 62 રન બનાવી પોતાની ટીમનો સ્કોર સર્વશ્રેષ્ઠ બનાવ્યો હતો. પરંતુ આ મેચની હાર બાદ પણ સીએસકે ના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે તમામ લોકોના દિલ જીતી લીધા હતા. કારણકે તે આઈપીએલ સિઝનમાં 500થી વધુ રન બનાવનાર સીએસકે નો પ્રથમ ખેલાડી બન્યો હતો.

આ વખતે ઋતુરાજ એ માત્ર દસ મેચમાં જ 509 રન બનાવી દીધા છે. એમાં તેણે 108 રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો હતો. આ વખતે પ્રથમવાર ઋતુરાજ ગાયકવાડ સીએસકે ની કેપ્ટેન્સી સંભાળી રહ્યો છે જેમાં તેને 10 માંથી પાંચ જીત સીએસકે ને અપાવી છે. હાલમાં જો કે સીએસકે ચોથા સ્થાન પર છે જ્યારે રાજસ્થાન રોયલ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં સીએસકે ની ટીમ કેવું પફોર્મસ કરી શકે છે પરંતુ હાલમાં તો ઋતુરાજ ગાયકવાડ તમામ ખેલાડીઓના રેકોર્ડ તોડી રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *