અનંત રાધિકાના લગ્ન કરાવનાર પંડિતજીની દક્ષિણા જાણી તમે પણ ચોકી જશો આ પંડિતજી કોઈ સામાન્ય નહીં પરંતુ…જુઓ સંપૂર્ણ માહિતી

મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ સમાચાર દેશ-વિદેશમાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે અને તેની અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા જેમાં તમામ લોકોએ પોતાના અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ આપી સમગ્ર અંબાણી પરિવારને શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી તથા તેમના સંસ્કારો અને રીતરિવાજના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. પરંતુ આ લગ્નના માહોલ વચ્ચે લગ્ન કરાવનાર પંડિતો ની ચર્ચા આપણાથી કેમ રહી જાય? અંબાણી પરિવારના પંડિત ચંદ્રશેખર શર્માની હાજરીમાં અનંત અને રાધિકાએ અગ્નિની સાક્ષી એ ફેરા ફરી જન્મોજનમના સાથી બન્યા હતા. લગ્નની તમામ વિધિ અને રસમ પણ આ પંડિત દ્વારા કરાવવામાં આવી હતી.



આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારના કોઈ પણ સામાજિક પારિવારિક અને ધાર્મિક પ્રસંગોમાં પંડિત ચંદ્રશેખર શર્મા તમામ વિધિ કરાવતા હોય છે આ પહેલા પણ જામનગરમાં થયેલા પ્રી વેડિંગ ફંક્શન માં પંડિત ચંદ્રશેખર શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અંબાણી પરિવાર દ્વારા પંડિત ચંદ્રશેખર શર્માનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા ધાર્મિક વિધિથી તેમનું અંબાણી પરિવારના ઘર આંગણે આગમન કરવામાં આવ્યું હતું જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ પરથી કહી શકાય કે આજે પણ સમગ્ર અંબાણી પરિવારના સભ્યો સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતા સાથે હંમેશા જોડાયેલા રહે છે આ જ કારણે તેઓ સમગ્ર વિશ્વમાં રહેતા દરેક લોકોના હૃદયમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.



પરંતુ શું તમે જાણો છો કે પંડિત ચંદ્રશેખર શર્મા દરેક વિધિની કેટલી દક્ષિણા લે છે કારણ કે અંબાણી પરિવારના દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા મહેમાનો થી માંડી સિંગર અને બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓને પણ કીમતી ભેટ આપવામાં આવે છે તેવામાં પંડિત ચંદ્રશેખર શર્માને પણ અંબાણી પરિવાર તરફથી કિંમતી વસ્તુઓની ભેટ આપવામાં આવે છે. અત્યાર સુધીના અંબાણી પરિવારના તમામ લગ્ન પારિવારિક ધાર્મિક સામાજિક પ્રસંગો અને તમામ પૂજામાં પંડિત ચંદ્રશેખર શર્મા હાજર રહ્યા છે તેઓ માત્ર પંડિત નથી પરંતુ એક સર્વશ્રેષ્ઠ વિધવાન અને જીવન પ્રેરણાદાયક રહ્યા છે.






ચંદ્રશેખર શર્મા કોઈ સામાન્ય પંડિત નહીં પરંતુ તેઓ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે અને તેમનું ખૂબ જ મોટું facebook પેજ પર રહેલું છે માત્ર એટલું જ નહીં પરંતુ તેઓની પર્સનલ વેબસાઈટ પણ છે જેનું નામ pujahoma.com છે. દરેક વ્યક્તિઓને આધ્યાત્મિકતાનો માર્ગ બતાવે છે અને તેમના વિશે સાચી સમજ આપે છે.તેના કામ પ્રત્યેના પ્રેમ દ્વારા જાગૃતિ લાવવાના અનેક પ્રયાસો તેઓ પોતાના જીવનમાં સતત કરતા રહે છે. આ તમામ સંસ્કારો તથા જીવનના ઉપદેશો માત્ર પોતે નહીં પરંતુ અન્ય લોકોને પણ આધ્યાત્મિકતા તરફ જોડી રહ્યા છે. પંડિતજી માત્ર લગ્ન અથવા ધાર્મિક વિધિ નહીં પરંતુ કોઈપણ વ્યક્તિ સુખી સ્વસ્થ અને સમૃદ્ધ જીવન કેવી રીતે જીવી પોતાના જીવનમાં આગળ વધી શકે તેમના વિશે પણ માર્ગદર્શન પૂરું પાડે છે.

પંડિત ચંદ્રશેખર શર્મા જ્યોતિષશાસ્ત્ર વિશે ખૂબ જ ઊંડો અભ્યાસ અને જ્ઞાન ધરાવે છે તેઓ લગભગ ચાર દાયકાથી જ્યોતિષશાસ્ત્ર સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે. અત્યાર સુધી તેઓ અનેક લોકોના ધાર્મિક કાર્યમાં જોડાયા છે જેમના નામ તેમની સત્તાવાર વેબસાઈટ ઉપર જાહેર કરેલા છે જેમાં પ્રિયંકા ચોપરા,સોનુ નિગમ જેવા અનેક સેલિબ્રિટી નો સમાવેશ થાય છે આ વિશે વધારે જાણકારી મેળવવા આપ તેમની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો અથવા facebook પેજ પણ જોઈ શકો છો.

પંડિત જી ના ફી માટેના ચાર્ટ અનુસાર પંડિત ચંદ્રશેખર શર્મા દરેક ધાર્મિક વિધિની ફી 25000 આસપાસ ચાર્જ કરે છે પરંતુ હજુ સુધી અંબાણી પરિવારના ધાર્મિક પારિવારિક પ્રસંગોમાં કેટલી ફી ચાર્જ કરી છે તેમની કોઈ હજુ સુધી સત્તાવાર સમાચાર અને ખબર સામે આવી નથી પરંતુ પંડિત ચંદ્રશેખર શર્મા અંબાણી પરિવાર સાથે ખૂબ જ જૂનો સંબંધ ધરાવે છે અનંત અને રાધિકાએ લગ્ન બાદ પંડિત ચંદ્રશેખર ના ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા પંડિતજી એ તમામ અંબાણી પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના હૃદય પૂર્વક આશીર્વાદ પાઠવ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *