સુરાપુરા ધામ ભોળાદના પૂજ્ય ગુરુ શ્રી દાનભા બાપુએ ભગવાન રામલલા અયોધ્યા ધામની લીધી મુલાકાત

આપણે સૌ લોકોએ સુરાપુરા ધામ ભોળાદ વિશે સાંભળ્યું જ હશે ભોળાદ આજના સમયમાં આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાનું અનેરૂ કેન્દ્ર બની ચૂક્યું છે. સુરાપુરા ધામ ભોળાદ આજે માત્ર ભક્તિનું જ કેન્દ્ર નહીં પરંતુ સારા સંસ્કારો અને સંસ્કૃતિનો કેન્દ્ર બન્યું છે અહીં લાખો કરોડો લોકો વ્યસનમુક્તિ તથા પોતાની સમસ્યા લઈ આવે છે. આ ગામમાં આજના કરોડો લાખો યુવાનો વ્યસન મુક્ત થયા છે. સુરાપુરા ધામ ભોળાદ સાથે રાજાજી તેજાજી નામના બંને રાજપૂતોની કહાની જોડાયેલી છે.

સુરાપુરા ધામના પૂજ્ય ગુરુ શ્રી દાનભા બાપુ હેઠળ અનેક લોકો વ્યસન મુક્ત તથા સારા માર્ગે દોરાયા છે ત્યારે હાલમાં જ સુરાપુરા ગામના પૂજ્ય ગુરુ શ્રી દાનબાપુએ રામ મંદિર અયોધ્યાની મુલાકાત લીધી હતી. તેમની અનેક તસવીરો શોષણ મીડિયામાં ખૂબ જ શેર કરી હતી. જેમાં લોકોએ લાયક તથા કોમેન્ટ કરી જયશ્રીરામ તથા સુરાપુરા દાદા ના નારા લગાવ્યા હતા. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે પૂજ્ય ગુરુ શ્રી દાનબા બાપુ પ્લેન દ્વારા અયોધ્યાની મુલાકાત કરી હતી.

તેમણે ભગવાન શ્રીરામના દર્શન કરી તેના આશીર્વાદ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેમણે અયોધ્યાના અનેક મંદિરોની પણ મુલાકાત લીધી હતી તથા લોકોને પોતાના વિચારો દ્વારા પ્રેરિત પણ કર્યા હતા. પૂજ્ય બાપુ સાથે સુરાપુરા ધામના અનેક સેવકો પણ જોડાયા હતા. જેમને પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા પૂજ્ય ગુરુ શ્રી દાનબાપુ માટે કડક સુરક્ષા બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા કે અ સુરક્ષાના સર્જાય. આવનારી તારીખ 23 4 2024 ના રોજ સુરાપુરા ધામ ભોળા ખાતે ભવ્ય પાટોત્સવ ઉજવવા જઈ રહ્યો છે.

જેમાં અનેક કલાકારો ડાયરાનો રંગ જમાવશે સુરાપુરા ધામ ખાતે દેશ-વિદેશથી અનેક ભક્તો દાદા ના દર્શન કરવા માટે આવે છે દાદાના દર્શન કરી તેમના આશીર્વાદ લઇ ધન્યતા પ્રાપ્ત કરે છે દાદાના દ્વારા આવેલો દરેક ભક્ત ક્યારે નિરાશ થતો નથી દાદા દરેક ભક્તોની પ્રાર્થના સાંભળી તેમની મનોકામના પૂર્ણ કરે છે તથા તેના જીવનમાં એક નવો ઉજાસ લાવે છે.

તેથી જ અહીં અનેક વાર તહેવારે તથા મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે લોકો પોતાની સમસ્યા લઈ આ ધામમાં આવે છે તથા ફરી હસતા મુખે પોતાના ઘરે જાય છે. ત્યારે હાલમાં જ પૂજ્ય ગુરુ શ્રી દાનબાપુએ અયોધ્યા ધામની મુલાકાત લીધી હતી. જેની તસવીરો એ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *