વિદેશમાં ભારતીય સંસ્કૃતિનું ગર્વ, જાપાની બજારમાં ભારતીય મહિલાએ બ્લુ સાડી પહેરી ડાન્સ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા વિડિયો થયો વાયરલ
આજે ભારતીય સંસ્કૃતિનો પહેરવેશ સમગ્ર વિશ્વના કોઈપણ ખૂણે જોવા મળે છે તેથી કહી શકાય કે આજે ભારતીય સંસ્કૃતિ અને તેમના સંસ્કારો દુનિયાના કોઈપણ દેશોમાં ખૂબ નજીકથી જોવા મળે છે. આ પહેરવેશમાં પણ મહિલાઓની સાડી દરેક જગ્યાએ જોવા મળે છે વિદેશની અનેક યુવતીઓ એ આજે સાડીનો પહેરવેશ અપનાવ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે જાપાનની બજારમાં ભારતીય યુવતી સાડી પહેરીને જોવા મળે છે. આ સાડી નો પહેરવેશ જોય જાપાનના રહેવાસીઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે ભારતીય યુવતી જાપાનની બજારમાં વાદળી રંગની ખૂબ જ આકર્ષક સાડી પહેરી જોવા મળે છે.

આ સાડીમાં સુંદર ગોલ્ડન બોર્ડર વર્ક પણ કરવામાં આવ્યું છે જેથી સાડી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ યુવતી જાપાનની બજારમાં ક્યારેક ચાલતી તો ક્યારેક ડાન્સ કરતી જોવા મળે છે સાથે તેણે ખુલ્લા વાળ રાખી ઠુમકા લગાવી ડાન્સ કર્યો હતો. આ યુવતી નો ડાન્સ અને સાડી જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.

આ વિડીયો વાયરલ કરતા યુવતી લખી રહી છે કે મે જાપાનમાં સાડી પહેરી હતી ને લોકોના રિએક્શન ખૂબ જ ફની હતા. મેં માત્ર મજા લેવા માટે ટોક્યો ના રસ્તા પર સાડી પહેરવાની નક્કી કર્યું હતું.મને આશા નહોતી કે આટલા બધા લોકો મને જોશે અને આશ્ચર્યચકિત થશે મારો વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો હશે ખરેખર આ વીડિયોને અત્યાર સુધી 70 લાખ કરતા વધારે લોકોએ જોયો છે તથા પોતાના મંતવ્યો અને પ્રતિસાદ દ્વારા દર્શાવ્યા છે.
