કલાકાર દર્શન રાવલે સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કર્યા દાદાની મહાઆરતીનો લીધો લાભ જુઓ વાયરલ તસવીરો
સમગ્ર ગુજરાતમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે જેમાં શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું ધામ એટલે સાળંગપુર ધામ આજે હનુમાનજી પ્રત્યે ભક્તોની આસ્થા શ્રદ્ધા માં વધારો કરે છે. સાળંગપુર ધામ માં આજે આ કળિયુગમાં પણ કષ્ટભંજન દેવ હનુમાનજી હાજરા હજુર રહી અનેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અહીં હનુમાનજી મહારાજ દરેક ભક્તોના દુઃખ દૂર કરી તેમને આશીર્વાદ આપે છે.
આ કારણથી જ આ મંદિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ દાદા ના દર્શન કરવા માટે દેશ-વિદેશથી આવે છે. આ મંદિરમાં ભક્તો માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા ની સગડ કરવામાં આવેલી છે.આ સાથે 6 એપ્રિલ 2023 ના રોજ ભારતના ગૃહપ્રધાન માનનીય શ્રી અમિત શાહજીના વરદ હસ્તે 30,000 કિલો વજન ધરાવતી અને ધાતુઓમાંથી બનેલી હનુમાનજી મહારાજની વિશાળ મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ મૂર્તિને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે આપને જણાવી દઈએ કે આ પ્રતિમા ને બનાવવા માટે 11 કરોડ જેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મૂર્તિ કિંગ ઓફ સાળંગપુર ના નામથી જગવિખ્યાત બની હતી જે ભક્તોની શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થામાં વધારો કરે છે દર વર્ષે લાખોની સંખ્યામાં સાળંગપુર ધામમાં ભક્તો પધારે છે અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા નો અનુભવ કરે છે માત્ર એટલું જ નહીં પરંતુ મંગળવાર અને શનિવારે દાદાના દર્શન કરવાનું અનેરુ મહત્વ છે તેથી આ દિવસે ભક્તોની ખૂબ જ વધારે પ્રમાણમાં ભીડ જોવા મળે છે. હનુમાન જયંતીના પાવન પ્રસંગ નિમિત્તે સાળંગપુર ધામમાં દાદાના જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે આ દિવસે કષ્ટભંજન હનુમાનજી મહારાજને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવે છે અને દાદાની આરતી ઉતારી દરેક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ બાદ રાત્રે ભવ્ય લોક ડાયરા અને સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક કલાકારો દાદાના ભજનો ગાય જન્મોત્સવના આ દિવસને વિશેષ રીતે ઉજવણી કરવાનો પ્રયત્ન કરે છે. આ મંદિરમાં ગુજરાતની સૌથી મોટી ભોજનશાળા બનાવવામાં આવી છે જેમાં દરરોજ ભક્તો દાદાના પ્રસાદનો લાભ લે છે.દાદા તેમના ભક્તો પર હંમેશા માટે કૃપા નો વરસાદ વરસાવતા રહે છે આ કારણથી જ દરેક ભક્તોને કષ્ટભંજન હનુમાનજી મહારાજ પ્રત્યે અપાર હેત અને ભક્તિભાવ રહેલો છે.
હાલમાં જ સાળંગપુરની પાવન ધરતી પર કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સિંગર દર્શન રાવલ પધાર્યા હતા.જેમણે દાદા ના દર્શન કર્યા બાદ મહા આરતી નો લાભ લીધો હતો. આબાદ મંદિરના સાધુ સંતોએ સિંગર દર્શન રાવલનું સ્વાગત સન્માન કર્યું હતું અને તેમણે પણ દાદા ના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો દર્શન રાવલ આટલા મોટા સિંગર હોવા છતાં પણ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ હંમેશા પોતાની સાથે રાખે છે આ કારણથી જ તેઓ આજે સમગ્ર વિશ્વમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે માત્ર એટલું જ નહીં પરંતુ તેઓ અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લઇ ભગવાનના દર્શન કરતા હોય છે. હાલમાં જ કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.