લગ્ન બાદ અંબાણી પરિવારની વહુ રાધિકાએ એન્ટિલિયામાં કુમકુમ પગલા કર્યા અને થયું ભવ્ય સ્વાગત ભાભી શ્લોકા એ આરતી ઉતારી-સાસુ નીતા અંબાણીએ કરી પુષ્પવર્ષા જુઓ વાયરલ વિડિયો
અનંત અને રાધિકાના લગ્ન માટે અલગ અલગ કાર્યક્રમોનું અંબાણી પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામેરા વિધિ હલ્દી રસમ મહેંદી રસમ રાસ ગરબા સંગીત સંધ્યા જેવા કાર્યક્રમ નો સમાવેશ કરવામાં આવે છે આ લગ્ન પ્રસંગના ખાસ દિવસે અંબાણી પરિવારના આંગણે સમગ્ર દુનિયામાંથી મોટી સેલિબ્રિટીઓ એ હાજરી આપી હતી જેમાં બોલીવુડ હોલીવુડ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અભિનેતા અને અભિનેત્રીઓ સાથે ફિલ્મના ડાયરેક્ટર પણ જોવા મળ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ રમત ક્ષેત્ર રાજકારણ સાથે જોડાયેલા લોકો દેશ વિદેશના બિઝનેસમેન અને ભારત દેશના સાધુ સંતો ધર્મગુરુ આધ્યાત્મિક ગુરુ યોગગુરૂ એ પણ અંબાણી પરિવારના આ ખાસ લગ્ન પ્રસંગ નિમિત્તે આમંત્રણ ને માન આપી વિશિષ્ટ રીતે હાજરી આપી હતી.
આ પ્રસંગ માત્ર અંબાણી પરિવાર કે ભારત માટે નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે ખૂબ જ યાદગાર વિશિષ્ટ અને ખાસ બની રહેશે કારણ કે અંબાણી પરિવારે ખૂબ જ ધામધૂમથી પોતાના નાના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે કર્યા હતા જેમાં તમામ આમંત્રિત મહેમાનોનું અંબાણી પરિવાર તરફથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ બાદ અનંત અને રાધિકાએ અગ્નિની સાક્ષી એ ફેરા લઈ પોતાના નવા જીવનની શરૂઆત કરી જન્મો જનમ માટે એકબીજાના સાથીદાર બન્યા હતા.
આ લગ્નમાં અમિતાભ બચ્ચન સલમાન ખાન સચિન તેંડુલકર એમ એસ ધોની સંજય દત્ત જાનવી કપૂર અનન્યા પાંડે સારા અલી ખાન જેવા તમામ અનેક સેલિબ્રિટીઓ દેશ-વિદેશથી આ પ્રસંગમાં હાજર રહ્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તરફથી અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ મળી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ અંબાણી પરિવારના લગ્ન પહેલાના ફંકશનમાં કિંજલ દવે, પાર્થિવ ગોહિલ,પોપસ્ટાર જસ્ટિન બીબર જેવા સિંગરો એ પણ ખૂબ જ ધૂમ મચાવી હતી.
આ લગ્ન માટેના શણગારની થીમ એન ઓર્ડ ટુ વારાણસી રાખવામાં આવી હતી. આથી હસ્તકલા સંસ્કૃતિ અને પરંપરાને અંબાણી પરિવાર તરફથી સમર્પિત કરવામાં આવી હતી. 12 જુલાઈ લગ્નના દિવસ બાદ 13 જુલાઈના દિવસે નવદંપત્તિ માટે આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાણી પરિવારના વડીલો સહિત તમામ લોકોએ અનંત અને રાધિકાને લગ્નજીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતાં. આ ખાસ કાર્યક્રમ માટે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને ભારત દેશના તમામ સાધુ સંતો સાથે આધ્યાત્મિક ગુરુ યોગગુરૂ ધર્મગુરુ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કારણથી સમગ્ર વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને પવિત્ર બન્યું હતું.
આ લગ્ન બાદ અંબાણી પરિવારની વહુ રાધિકા અનંતના ઘર એન્ટિલિયા પહોંચી હતી જ્યાં અંબાણી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ફૂલો દ્વારા રાધિકા પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. રાધિકા ની ભાભી સ્લોકા અંબાણી તેના માથા પર તિલક લગાવી આરતી ઉતારી હતી અંબાણી પરિવાર પોતાની વહુ રાધિકાને વહુ નહીં પરંતુ દીકરી સમાન પ્રેમ આપે છે.