વિદેશની ધરતીમાં ભારતીય પરંપરાના થયા અનોખા દર્શન ભારતની દીકરીઓ એ લંડન માં બંને હાથ થી તલવારથી રાસ રમી માતાજીની આરાધના કરી વિડીયો જોતા લોકોના દિલ ખુશ થઈ ગયા
આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિએ સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ મેળવી છે તેમાં પણ આજની પેઢીએ ભારતની સંસ્કૃતિ સંસ્કારોને વિશ્વસ્તરે લઈ જવામાં પોતાનો અગ્રિમ ફાળો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અનેક વિડીયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે જેમાં લોકો ખૂબ લાયક અને કોમેન્ટ કરતા હોય છે.
આજની પેઢી વિદેશમાં હોવા છતાં પણ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને ક્યારેય ભૂલી નથી તેથી જ ભારતીય લોકો આજે સમગ્ર વિશ્વમાં પોતાની પરંપરા નો ડંકો વગાડી રહ્યા છે સમગ્ર ભારતમાં હાલમાં ચૈત્રી નવરાત્રી નો પાવન તહેવાર ચાલી રહ્યો છે તે પ્રસંગે વિદેશમાં રહેતી બે યુવતીઓ માતાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી ભક્તિ કરતી જોવા મળી હતી.
ગુજરાતી લોકસંગીત કલાકાર કિર્તીદાન ગઢવી ના ગીત પર બે વિદેશી યુવતી એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે કેપ્શન માં લખ્યું હતું કે ચૈત્રી નવરાત્રી માં યુવા સ્ત્રી આ લંડન ની યુવા સ્ત્રી દ્વારા શક્તિ આરાધના આવું કહી તેણે માતાજી પ્રત્યેની અનોખી ભક્તિ તથા આસ્થા વ્યક્ત કરી હતી. કિર્તીદાન ગઢવી ના કંઠેથી ગવાયેલા મોગલ રમવા આવે ગીત પર બંને યુવતીઓએ તલવાર દ્વારા રાસ કર્યો હતો. આ વિડીયોથી યુવતીએ તમામ લોકોના દિન જીતી લીધા હતા.
ચૈત્રી નવરાત્રી પ્રસંગે આ યુવતીને તલવાર રાસ રમતા જોઈ તમામ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા તથા મન ભરીને બંને યુવતીના વખાણ પણ કર્યા હતા તથા વિદેશની ધરતી પર પણ માતાજીની આવી આરાધના જોઈ તમામ લોકોએ ગર્વ અનુભવ્યો હતો તથા દીકરીને રૂડા આશીર્વાદ પણ પાઠવ્યા હતા. હાલમાં તો આ વિડીયો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધૂમ મચાવી રહ્યો છે જેમાં અનેક લોકો ખૂબ લાયક અને કોમેન્ટ કરી વીડિયોને વધાવી રહ્યા છે.