|

ઈરફાન પઠાણના આ નજીકના વ્યક્તિનું થયું નિધન ચારેકોર શોકનો માહોલ

હાલ સમગ્ર દેશભરમાં t20 વર્લ્ડ કપ નો માહોલ ચાલી રહ્યો છે જેમાં ટીમ ઇન્ડિયા એ સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જેમાં ભારતની ટીમ હવે સાઉથ આફ્રિકાની ટીમ સામે ટકરાશે. આ વખતે ભારતની ટીમ ના તમામ ખેલાડીઓ પુરા જોશથી વર્લ્ડ કપ જીતવાની તૈયારી કરી રહ્યા છે. તમામ ભારતના ચાહકોએ ભારત વર્લ્ડકપ જીતે તેવી આશા વ્યક્ત કરી હતી અને આ સ્વપ્નને પૂરા કરવા માટે ભારતની ટીમના તમામ ખેલાડીઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે પરંતુ આ માહોલ વચ્ચે ક્રિકેટ જગતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેને લઇ ચારેકોર દુઃખની લાગણી જોવા મળી હતી.

Irfan Pathan

આપને જણાવી દઈએ કે ઇરફાન પઠાણના મેકઅપ આર્ટિસ્ટ ફેયાદ અંસારી નું અવસાન થયું છે. આ માત્ર ઈરફાન પઠાણના મેકઅપ આર્ટિસ્ટ નહીં પરંતુ બંને લોકો એકબીજાના પરમ મિત્રો હતા. આ સમાચાર સાંભળી ઈરફાન પઠાણની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર મેકઅપ આર્ટિસ્ટ અન્સારીએ વેસ્ટ ઇન્ડીઝની એક હોટલમાં અંતિમ શ્વાસ લીધા હતા અને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ સાથે એ પણ ખબર સામે આવી છે કે આ વ્યક્તિનું મૃત્યુ સ્વીમીંગ પુલના પાણીમાં ડૂબવાને કારણે થયું હતું.જેથી તેના મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.તે ટૂંક સમયમાં ઈરફાન પઠાણ સાથે t20 વર્લ્ડ કપની મેચ જોવા માટે પણ આવવાના હતા પરંતુ તે પહેલા તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે હજુ તેમના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા. આ સમાચારથી તેની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ હતી કારણ કે બે જ મહિનાની અંદર તેમના પતિને ગુમાવવાનો વારો આવ્યો હતો.તે બીજનોરના નગીના ગામ નો રહેવાસી છે. તેમના પરિવાર પાસેથી જાણવા મળી રહ્યું છે કે તે છેલ્લા સાત વર્ષથી મુંબઈમાં સલૂન ચલાવતો હતો અને એક મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતો હતો. આ બાદ તેની મુલાકાત એક વખત ઈરફાન પઠાણ સાથે થઈ હતી અને ત્યારબાદ તે ઈરફાન પઠાણનો મેકઅપ આર્ટિસ્ટ બની ગયો હતો તે પછી ઘણીવાર એકબીજાની મુલાકાત થતી હતી અને અવાર-નવાર વિદેશ પ્રવાસ પર પણ જોવા મળતો હતો.

Irfan Pathan

આમ તો તે ઉત્તર પ્રદેશના રહેવાસી હતા પરંતુ પોતાના કામ ધંધા માટે તે દિલ્હી અને મુંબઈ રહેતા હતા. ઈરફાન પઠાણ અને અન્સારી ની મુલાકાત પ્રથમ વાર સલૂનમાં થઈ હતી જ્યાં ઇરફાન પઠાણ તેના મેકઅપ આર્ટિસ્ટની કળાથી ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને હંમેશા માટે તેને પોતાના પર્સનલ મેકપ આર્ટિસ્ટ બનાવી લીધા હતા ત્યારબાદ અવારનવાર ઈરફાન પઠાણ પણ તેને મેચ જોવા માટે દેશ-વિદેશમાં અનેક જગ્યાએ લઈ જતા હતા આ કારણથી જ બંને એકબીજાના પરમ મિત્રો બની ગયા હતા.પરંતુ મિત્રના નિધનના સમાચારથી ઈરફાન પઠાણ પણ ખૂબ જ દુઃખી થયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *