અચાનક ભીડમાં ફસાય ગર્ભવતી દીપિકા, રણવીર સિંહએ લોકો વચ્ચે એવું કર્યું કે… જુઓ વાયરલ તસવીરો
હાલમાં બોલીવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાના નવા બાળક ના આગમનની રાહ જોઈ રહી છે અને તે પોતાના પ્રેગ્નન્સી સમયને એન્જોય કરી રહી છે સાથે સાથે તેમાં રણવીર સિંહ પણ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. દીપિકા નો સંપૂર્ણ પરિવાર તેને ખૂબ સાર સંભાળ રાખે છે આ માહોલ વચ્ચે દીપિકા પોતાના સાસુ સસરા અને પતિ રણવીર સિંહ સાથે સાંજે ડેટ પર ગઈ હતી.જ્યાં દીપિકાના લુકે લોકોને જોવા મજબૂર કરી દીધા હતા.

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં આપ જોઈ શકો છો કે દીપિકા રેડ આઉટફીટ માં ખુબ જ સુંદર લાગી રહી છે. ચાહકો એ તેની સુંદરતાના પણ ખૂબ જ વખાણ કર્યા હતા.આ સાથે અભિનેત્રીએ ચશ્મા પણ પહેર્યા હતા.અભિનેત્રી ની એક ઝલક જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટની આસપાસ લોકો જોવા મળ્યા હતા.

પરંતુ સુરક્ષાના ભાગરૂપે સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈપણ જાતની અવ્યવસ્થા ન સર્જાય. આ સાથે સાથે રણવીર સિંહ પણ વ્હાઇટ શર્ટ અને બ્લુ પેન્ટમાં કેપ સાથે હેન્ડસમ લાગી રહ્યો હતો. આપને જણાવી દઈએ કે રણવીર સિંહ દીપિકાનું ખૂબ જ ધ્યાન રાખે છે ત્યારે ડેટ દરમિયાન પણ જ્યારે ખૂબ જ ભીડ જોવા મળે ત્યારે તે દીપિકાને પોતાના હાથથી પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો હતો. આ કારણથી જ આ બંનેની જોડી બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં સુપરહિટ બની ચુકી છે.

થોડા સમય પહેલા બંને લોકોએ મોમ ડેડ નું પોસ્ટર પકડી ફોટોશૂટ કરાવ્યું હતું. બંને લોકો પોતાના બાળકના આવવાની ખુશીને કારણે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે માત્ર એટલું જ નહીં પરંતુ તેમના ચાહકો એ પણ કોમેન્ટ દ્વારા ઉત્સાહ દર્શાવ્યો હતો. આવનારા સપ્ટેમ્બર 2024 માં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ મમ્મી પપ્પા બનશે આ માટે લોકો અત્યારથી જ શુભકામના અને શુભેચ્છા પાઠવી રહ્યા છે.