દિલ્હીની ફેમસ થયેલી વડાપાવ ગર્લની એક દિવસની કમાણી સાંભળી તમારા હોંશ ઉડી જશે બિગ બોસ શોમાં કરી ધમાકેદાર એન્ટ્રી જુઓ વાયરલ તસવીરો
આપ સૌ લોકો જાણતા હશો કે રિયાલિટી શો bigg boss સીઝન થ્રી ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે આ સાથે જ 16 સ્પર્ધકોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. આ સ્પર્ધકોમાં અનેક youtuber, બોલીવુડ સેલિબ્રિટી, અને સોશિયલ મીડિયા સાથે ખૂબ જ લાંબા સમયથી જોડાયેલા અનેક મશહુર નામનો સમાવેશ થાય છે. આ સ્પર્ધકોમાં સોશિયલ મીડિયામાં ફેમસ થયેલ વડાપાવ ગર્લ નો પણ સમાવેશ થાય છે. આ બિગ બોસ શોમાં દિલ્હીની વડાપાઉ ગર્લ ચંદ્રિકા દીક્ષિત એ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને આ સાથે જ તે વડાપાવ નો ધંધો કરી એક દિવસમાં કેટલી કમાણી કરે છે તે અંગે પણ ખુલાસો કર્યો હતો.
ચંદ્રિકા દીક્ષિતની એક દિવસની વડાપાવમાંથી કમાણી સાંભળી તમારા પણ હોંશ ઉડી જશે. આ કમાણી નો આંકડો જણાવતા તેણે કહ્યું હતું કે તે એક દિવસ ના ₹40,000 કરતાં પણ વધારે રૂપિયા વડાપાવનો ધંધો કરી કમાણી કરે છે. આ આંકડો સાંભળી તમામ લોકો દંગ રહી ગયા હતા. આપ સૌ લોકો જાણતા હશો કે એણે પોતાના પતિ અને પુત્રને ટેકો આપવા માટે પોતાની નોકરી છોડી વડાપાવ નો ધંધો શરૂ કર્યો હતો.
આ સાથે તે દર મહિને 12,00,000 કરતાં વધારે રૂપિયાની કમાણી કરે છે. ચંદ્રિકા દીક્ષિત રસોઈમાં પોતાની સર્વશ્રેષ્ઠ કળા ધરાવે છે આ કારણ થી જ તેણે શેરીમાં વડાપાવ સ્ટોલ લગાવવાનું શરૂ કર્યું. એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ થોડાક જ સમયમાં ખૂબ મોટી સંખ્યામાં તેના સ્ટોલ પર વડાપાવ ખાવા માટે લોકોની લાઈનો લાગવા લાગી.
શરૂઆતમાં જોકે આ દિલ્હીની વડાપાઉ ગર્લ ઘણા કારણોથી ખૂબ જ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહી હતી.તેની પર લોકો દ્વારા અલગ અલગ ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યા હતા પરંતુ હવે તેણે બીગ બોસ ઓટીટી થ્રી માં એન્ટ્રી લઈ લીધી છે. આ એન્ટ્રી ની સાથે જ લોકો તરફથી તેને કમાણી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ વાતનો જવાબ આપતા તેને કહ્યું હતું કે તે દરરોજ 40,000 કરતાં પણ વધારે ની કમાણી કરે છે એટલે મહિને બાર લાખ કરતા વધારે રૂપિયા કમાય છે આ આંકડો સાંભળી સ્પર્ધકો પણ ચોકી ગયા હતા.
આ કમાણી અંગે ખુલાસો કરતા ચંદ્રિકાએ જણાવ્યું હતું કે મને નફરત કરનારાઓને હું આટલી વધારે કમાણી કરું તે જરા પણ પસંદ નથી. પરંતુ હું તેને કહેવા માગું છું કે મિત્રો હું પણ દિવસ રાત મહેનત કરું છું. તમે પણ કરો નેટફ્લીક્સ નો ઉપયોગ ઓછો કરો. ફોન પર ના રહો અને બહાર નીકળો તમારા પપ્પાના પૈસે આનંદ ન કરો પરંતુ ખુદની કમાણીથી આગળ વધો. આ અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં અનેક લોકો પોતાના અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ આપી રહ્યા છે.