કરોડોનો બંગલો હોવા છતાં આ વ્યક્તિ ગાય સાથે ખાય છે, બેસે છે, અને પથારીમાં એક સાથે જ સુવે છે…જુઓ તસવીરો
ભારત દેશની અંદર વર્ષોથી ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. એવું કહેવાય છે કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે. પ્રાચીન પરંપરા પ્રમાણે ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે અને રસોઈ બનાવતી વખતે ગાય માટે પહેલી રોટલી બનાવવામાં આવે છે. આજના સમયમાં ગાયને સૌ કોઈ લોકો પૂજે છે અને ગાયની સેવા કરે છે. ગાયના પુજવાથી અને તેનું દૂધ પીવાથી નાના બાળકોથી માંડીને વૃદ્ધ વ્યક્તિઓ તમામ લોકોને ફાયદો મળે છે.
ગાયના દૂધમાંથી તમે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. ગાયનું ગૌમૂત્ર એક ઔષધી તરીકે કામ કરે છે. ગાયની દરેક વસ્તુ આપણા જીવન માટે ફાયદાકારક ગણાય છે. વ્યક્તિના સ્વાસ્થ્ય માટે દવા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આજે તમને એક ગાયપ્રેમી વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે ગાયને પોતાના બાળકોની જેમ ઉછેરે છે અને ખૂબ જ સેવા કરે છે.
ગાય પ્રેમીઓ ગાયને પોતાના બાળકો કરતાં પણ વધારે પ્રેમ આપે છે. આ કહાની માં જોવા મળેલા ફોટાઓ તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ ભાઈ ગાયના વાછરડા પાસે સુવે છે. તમે વિચારતા હશો કે આ ભાઈ આવું શા માટે કરતા હશે.
આજે ગાય પ્રેમી વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ વિજયભાઈ પરસાણા છે. અમદાવાદ જિલ્લાની અંદર મણીપુર વડગામ ની અંદર રહે છે. આ વ્યક્તિનો ગાય પ્રત્યેક અનોખો જ પ્રેમ દર્શાવે છે. વિજયભાઈ પોતાની પાસે રહેલી ગાયોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની સાથે લાગણીથી બંધાઈ ગયા છે.
વિજયભાઈ અત્યારે કરોડપતિ હોવા છતાં પોતાના ઘરમાં ગાયો રાખે છે અને ગાય પ્રત્યે તેનો પ્રેમ ઓછો નથી. તે પોતાની ગાય અને વાછરડાને અનહદ પ્રેમ કરે છે અને હંમેશા પોતાના વાછરડાઓને ગાયોની પાસે રહેવાનું પસંદ કરે છે. વિજયભાઈ નું કહેવું છે કે ગાયોની આસપાસ રહેવાથી શાંતિ મળે છે. એકવાર જાણીને આશ્ચર્ય થશે વિજયભાઈ અત્યારે 5000 વાર ના મોટા બંગલા ની અંદર એકલા રહે છે.
આટલા બધા રૂપિયાની માલિકે હોવા છતાં સૌથી મહત્વની વાત એ છે કે તે ગાયને ભગવાન તરીકે માને છે. તેઓ નિયમિત રીતે ગાયની સેવા કરે છે અને ગાયના છાશથી સ્નાન પણ કરે છે. વિજયભાઈ શેર કરેલા ફોટા જોઈને તમને ખરેખર આશ્ચર્ય થશે અને આ ફોટા ગાય પ્રત્યય નો પ્રેમ દર્શાવે છે.
આજે લોકો સ્વાર્થી બની ગયા છે અને પોતાના અંગત સ્વાદને કારણે પ્રાણીઓને રસ્તા પર છોડી દે છે. આવા ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ વિજયભાઈ ને ગાય પ્રત્યે પ્રેમ અને લાગણી છે. વિજયભાઈ ગાયને સાચવવામાં ખૂબ જ સાચી માનવતા દર્શાવે છે. તે ગાયોને પ્રેમ અને ભાવથી સન્માન આપે છે અને તેની ખૂબ જ સેવા કરે છે.