એટલો બધો બરફ પડતો હોવા છતાં હજારો હરિભક્તોએ બાબા કેદારનાથના દર્શન કર્યા – વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

આપ સૌ લોકો જાણતા જશો કે હાલમાં ઉનાળાનો માહોલ ચાલી રહ્યો છે અને ઉનાળાના આ વેકેશનની મજા માણવા માટે લોકો અનેક સ્થળોએ જતા હોય છે ત્યારે આજે આપણે બાર જ્યોતિર્લિંગ માનું એક કેદારનાથ ઉત્તરાખંડની વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે મંગળવારના રોજ ભગવાન શ્રી કેદારનાથના દ્વાર ભક્તોના દર્શન માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. સૌ લોકો કેદારનાથના દ્વાર ખુલ્લા મુકતાની સાથે જ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. કેદારનાથના પુજારી દ્વારા આ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા.

કેદારનાથ મંદિરના કપાટ ખુલતા ની સાથે જ સોશિયલ મીડિયામાં અમુક તસવીરો અને વાયરલ વિડિયો સામે આવ્યા છે જેમાં તમે ભગવાન શ્રી કેદારનાથના દર્શન કરી શકો છો વાયરલ થયેલા વીડિયોમાં ખૂબ જ અદભુત દ્રશ્ય આવ્યા છે જે આપણું મન મોહી લે છે.

કેદારનાથ મંદિર સુધી જવાનો રસ્તો ખૂબ જ કઠિન હોય છે જેને કારણે અનેક વ્યવસ્થા કરવી પડે છે અને શ્રદ્ધાળુઓને મંદિર સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ શ્રદ્ધાળુ બાબા કેદારનાથ પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી મંદિર સુધી પહોંચતા હોય છે.

વીડિયોમાં આપ જોઈ શકો છો કે મંદિરમાં ભારે બરફ પડી રહ્યો છે પરંતુ બાબા કેદારનાથની કૃપાથી કોઈ ભક્ત ઉપર જરાય મુશ્કેલી આવતી નથી અને બાબા કેદારનાથના આશીર્વાદ સૌ ભક્તો પર રહેલા હોય છે. આટલા બરફ છતાં પણ દરેક શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શનની રાહ જોઈ રહ્યા છે ખરેખર આ દ્રશ્યો બાબા કેદારનાથ પરની શ્રદ્ધા અને વિશ્વાસનું અતૂટ ઉદાહરણ પૂરું પાડે છે અનેક અનોખો ભક્તિ ભાવ જગાડે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *