“દેવો કે દેવ મહાદેવ” ની સિરીયલમાં પાર્વતી નું પાત્ર ભજવનાર અભિનેત્રી પોતાના પતિ સાથે હોટ લુકમાં હનીમૂનની મજા માણતી જોવા મળી – જુઓ સુંદર તસવીરો

આપ સૌ લોકોએ ટીવી પર આવતી દેવો કે દેવ મહાદેવ નામની સિરીયલ તો જોઈ જ હશે આ સિરિયલમાં તમામ લોકોને સાક્ષાત મહાદેવના દર્શન થતા હતા. આ સીરીયલ માત્ર સીરીયલ જ નહીં પરંતુ અનેક લોકોની લાગણીઓ પણ જોડાયેલી હતી. તેમાં પાર્વતીનું પાત્ર ભજવનાર અભિનેત્રી સોનારીકા વેકેશન નો આનંદ માણી રહી છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ છે તેના ચાહકો દ્વારા અનેક લાયક તથા કોમેન્ટ પણ જોવા મળે છે.

જોકે સોનાલીકા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંમેશા એક્ટિવ રહે છે. તેથી તે અવારનવાર અનેક તસવીરો તથા વિડિયો શેર કરતી જોવા મળે છે. તે થોડા સમય પહેલા જ વિકાસ પરાશાર સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. તેથી જ તે પોતાના પતિ સાથે હનીમૂન નો આનંદ માણવા માટે જોવા મળી હતી. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરી છે.

જોકે અભિનેત્રી હજુ સુધી હનીમૂન નું લોકેશન જાહેર કર્યું નથી પરંતુ તસવીરો જોતા તેના ચાહકો માલદીવ હોવાનો અંદાજ લગાવી રહ્યા છે. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે સોનાલીકા ખૂબ જ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા હતા. અભિનેત્રી 19 ફેબ્રુઆરીએ પોતાના પ્રેમી સાથે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા જેમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના તથા ટીવી સિરિયલના અનેક અભિનેતા તથા અભિનેત્રીઓ લગ્નમાં હાજર રહ્યા હતા.

લગ્નની અનેક તસવીરોએ સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી હતી. સોનારીકા ના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે જેણે લગ્નની તસવીરો વાયરલ થતાની સાથે જ લાઈક અને કોમેન્ટ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. હાલમાં તો આ અભિનેત્રીની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે જોકે લગ્ન બાદ સોનારિકા ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે ઘણા ચાહકોએ કહ્યું હતું કે સોનાલીકા સ્વર્ગની અપ્સરા કરતાં પણ વિશેષ લાગી રહી છે સમગ્ર દુનિયામાં આટલી સુંદર વ્યક્તિ આજ સુધી જોઈ નથી. આમ કહી સોનાલીકા ની પોસ્ટ ના ખૂબ જ વખાણ કર્યા હતા.

સોનાલીકાએ પોતાના લુકથી સૌ લોકોને મોહિત કરી દીધા હતા. તેની સાથે સાથે તેના પતિ પણ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. બંને લોકોએ આકર્ષક ફોટોશૂટ કરાવ્યું છે જે તેમના ચાહકોને પણ ખૂબ જ પસંદ આવ્યું હતું. જોકે સોનાલીકા એ દેવો કે દેવ મહાદેવની સિરીયલ માં પાર્વતી નો રોલ કરી સૌના દિલ જીતી લીધા હતા લોકોને તેનો આ રોલ પણ ખૂબ જ પસંદ આવ્યો હતો. હાલમાં તો તેના હનીમૂનની તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *