માતાજીની ધજા ચડાવવા આવેલા પાટણના શ્રદ્ધાળુને મધમાખીના ડંખને કારણે મળ્યુ દર્દનાક મોત
હાલ સમગ્ર દેશભરમાં ઉનાળા ની રજાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે અનેક લોકો પોતાના પરિવાર સાથે તીર્થસ્થાનો કે ફરવા લાયક જગ્યા પર પોતાની રજા વિતાવવા માટે પરિવાર સાથે જતા હોય છે પરંતુ ઘણીવાર આ જ સફળ તેમના માટે અંતિમ સફર બની જતી હોય છે આવી જ એક ઘટના તાજેતરમાં સામે આવી છે.
પાટણ શહેરના લીમ્બચ માતાજીના મંદિર ખાતે દહેગામ થી લગભગ પાંચ જેટલી બસ મારફતે ગામના 300 જેટલા માંના શ્રદ્ધાળુઓ માતાજીની 52 ગજની ધજા ચડાવવા માટે ઢોલ નગારા શરણાઈ અને ડીજે ના તાલે માતાજીના મંદિરે આવતા હતા. પરંતુ મોટા અવાજને કારણે આસપાસ રહેલી મધમાખીઓએ ટોળા ઉપર અચાનક એક સાથે હુમલો કરી દીધો હતો. જેને કારણે અનેક શ્રદ્ધાળુઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચયું હતું.
આ મધમાખી એ 25 કરતાં પણ વધારે લોકોનો ભોગ લીધો હતો. જેમાં એકનું ડંખ લાગવાને કારણે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું તેની સાથે સાથે 10 લોકોને વધારે ડંખ લાગવાને કારણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે આ ફરજ પરના ડોક્ટરો દ્વારા સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આસપાસના લોકોએ મધમાખીને દૂર કરવાના અને પ્રયાસો કર્યા હતા. પરંતુ મધમાખીએ ત્યાં સુધીમાં અનેક લોકોના ભોગ લીધા હતા.
આ હુમલામાં શ્રીનાથ બંગ્લોઝ દહેગામ રેડ ગ્રીન્સમાં રહેતા ઉદયભાઇ મંગલભાઈ પારેખને મધમાખી અસંખ્ય ડંખ મારતા તેની હાલત વધુ ગંભીર થઈ ગઈ હતી ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે આસપાસના લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે આ સરકારી હોસ્પિટલમાં કોઈ વધારે સારવાર ન મળતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના ડોક્ટરો દ્વારા લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃત્યુના સમાચાર સાંભળી તેના પરિવારમાં તથા પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. હાલમાં તો આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ થતા પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.