બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ અયોધ્યા રામ મંદિરની લીધી મુલાકાત, રામ મંદિર વિશે કહ્યું કે…
બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે તેઓ થોડા સમય પહેલા જ લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવી ના ડાયરામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી એ હાજરી આપી હતી.
જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકસાહિત્યકાર કિર્તીદાન ગઢવીના ખૂબ જ વખાણ કર્યા હતા ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં જ અયોધ્યાના રામ મંદિરમાં મુલાકાત લીધી હતી. તેમને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રી અયોધ્યા મંદિરના ખૂબ જ વખાણ કર્યા હતા તથા તેની મૂર્તિ માં પણ મોહિત થઈ ગયા હતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ અયોધ્યા સાથે સાથે અન્ય અનેક મંદિરોની પણ મુલાકાત લીધી હતી તથા આસપાસના લોકો સાથે ફોટોગ્રાફી પણ કરાવી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે આ મંદિર હિન્દુ ધર્મના સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરતું એક મંદિર છે જે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે તેમની સાથે સાથે અયોધ્યામાં કરવામાં આવેલી કોતરણી તથા પુરાતન સંસ્કૃતિની મૂર્તિના પણ ખૂબ જ વખાણ કર્યા હતા.
ધીરેન્દ્ર શાસ્ત્રી હંમેશા પોતાના પ્રવચનમાં હિન્દુ ધર્મ તથા તેની સંસ્કૃતિનું પ્રવચન કરતા જોવા મળે છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરેક કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાય છે તેમના પ્રવચન સાંભળવા માત્ર ભારત દેશમાંથી નહિ પરંતુ સમગ્ર વિશ્વમાંથી લોકો આવે છે.
પરંતુ હાલમાં તો બાગે શ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા હતા તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી લોકોએ લાઈક અને કોમેન્ટ કરી ધીરેન્દ્ર શાસ્ત્રી પર પ્રેમ પણ દર્શાવ્યો હતો લોકોએ કોમેન્ટ દ્વારા જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.
One Comment