|

સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા ગોવિંદભાઈ ધોળકિયા એ લીધો 311 હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ આ સંકલ્પ પાછળ નું રહસ્ય જાણીને તમે પણ વિચારમાં પડી જશો

સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા ગોવિંદભાઈ ધોળકિયા ને આજે માત્ર સુરતના લોકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો ઓળખે છે તેઓ હંમેશા પોતાના સમાજ સેવાના કાર્યોને લઈને ચર્ચામાં રહે છે. ગોવિંદભાઈ ધોળકિયા પોતાની કંપનીમાં કામ કરતા કારીગરોને પોતાનો પરિવાર જ માને છે અને તેમને પોતાના પરિવારની જેમ ખૂબ જ પ્રેમ કરે છે. તેથી જ ગોવિંદભાઈ ધોળકિયા આજે તમામ લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તેમને અનેક એવોર્ડ સર્ટિફિકેટ તથા મેડલથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તેઓ એક સારા બિઝનેસમેનની સાથે સાથે મોટીવેશનલ સ્પીકર પણ છે તેના અનેક મોટિવેશનના કાર્યક્રમો યોજવામાં આવે છે જે માટે યુવાનોને તથા પોતાના કંપનીમાં કામ કરતા કારીગરોને માર્ગદર્શન પૂરું પાડી જીવનમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડતા હોય છે.

ગોવિંદભાઈ ધોળકિયા આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિઓ ક્યારેય ભૂલ્યા નથી. તેથી જ તે પોતાના જીવનમાં અનેક સફળતાઓ હાંસેલ કરી શકે છે ગોવિંદભાઈ ધોળકિયાએ હાલમાં જ રામ મંદિર અયોધ્યા ખાતે 11 કરોડ જેટલા રૂપિયાનું દાન કર્યું છે ત્યારે ગોવિંદભાઈ ધોળકિયાએ આ દાનની સાથે જ એક અનોખું કાર્યની શરૂઆત કરી છે જે કાર્યને આજે ચારે બાજુ ખૂબ જ પ્રશંસા થઈ રહી છે તેમને એવો નિર્ણય કર્યો છે કે તેઓ પોતાના વતનનું ઋણ ચૂકવવા માટે 311 હનુમાન મંદિર બનાવશે આ મંદિર માત્ર સંસ્કારો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હિન્દુ ધર્મની સંસ્કૃતિનો ફેલાવો કરશે પરંતુ આ સંકલ્પ સાથે આપણને પ્રશ્ન થાય કે ગોવિંદભાઈ ધોળકિયાએ અચાનક જ શા માટે 311 હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હશે. આ પ્રશ્ન અનેક લોકોને થઈ રહ્યો છે ત્યારે ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે તેઓ ડાંગમાં આદિવાસી બાળકોના શિક્ષણ માટે સેવા કરનારા પીપી સ્વામી એક વખત ત્યાંથી પસાર થતા હતા.

તેણે હનુમાનજીની મૂર્તિ એક ઝાડ નીચે ખંડીધ હાલતમાં જોઈ હતી. આ દ્રશ્ય જોઈને ગોવિંદભાઈએ પૂછ્યું તો સ્વામીશ્રીએ જવાબ આપ્યો કે અહીં આવા જ દ્રશ્યો જોવા મળે છે. આ દ્રશ્ય જોયા પછી ગોવિંદભાઈ ધોળકિયાએ આ હાલતને દૂર કરવા માટે અચાનક જ ડાંગના 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હતો. . જ્યાં સુધી આ તમામ મંદિરો નહીં બને ત્યાં સુધી ગોવિંદભાઈ ધોળકિયા રાહતનો શ્વાસ નહીં લે લોકોને આ નિર્ણય ખૂબ જ પસંદ આવ્યો હતો. ગોવિંદભાઈ ધોળકિયા પોતાના બિઝનેસમેનમાં તો આગળ રહ્યા જ છે પરંતુ તેની સાથે સાથે ધર્મલક્ષી કાર્યોમાં પણ હંમેશા આગળ રહે છે. તેથી જ ગોવિંદભાઈ ધોળકિયા દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે મંદિરોના નિર્માણ પાછળનું હેતુ હનુમાનજી મંદિરમાં લોકોમાં ભક્તિ આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ વધે તેવો છે.

લોકો સંસ્કાર તથા સંસ્કૃતિ તરફ આકર્ષાય અને દરેક લોકો પોતાના ધર્મની રક્ષા કરે તેવો ગોવિંદભાઈ ધોળકિયા નો મુખ્ય હેતુ છે ગોવિંદભાઈ ધોળકિયા કહી રહ્યા છે કે મને વિશ્વાસ છે આ તમામ મંદિરોમાં લોકો પૂજા કરી સંસ્કાર અને સંસ્કૃતિનો માર્ગ આગળ વધારશે ડાંગની આ પાવન ભૂમિ માતા શબરીના ચરણથી ખૂબ જ પાવન છે અને આ ધરતીમાં હનુમાન મંદિર બને તે ખૂબ જ સૌભાગ્યની વાત છે. ડાંગની આ પાવનભૂમિ ભગવાન શ્રીરામ ની પ્રિય ભૂમિ છે કારણકે આ જ ભૂમિમાં માતા શબરીને ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને સીતાજી મળ્યા હતા. તેથી જ ડાંગની આ ભૂમિ ખૂબ જ સૌભાગ્યશાળી છે અહીં રહીનારા લોકો પણ ખૂબ જ સારા છે. દરેકના હૃદયમાં ભગવાન શ્રીરામ વસે છે ત્યારે ડાંગની આ ભૂમિને 311 મંદિરોની અમૂલ્ય ભેટ મળવા જઈ રહી છે સાપુતારા ડાંગ જિલ્લામાં હનુમાનજીના 51 થી 57 મંદિરનું લોકાર્પણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે પદ્મશ્રી સદગુરુ બ્રહ્મા હોશાનંદજી આચાર્ય સ્વામીજીના અધ્યક્ષ સ્થાને પરમ પૂજ્ય પીપી સ્વામી અને ગોવિંદ ધોળકિયા ની ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા તેની સાથે સાથે ડાંગ જિલ્લાના ટાકલીપાડા ઉમરપાડા ભાંડા ગામોમાં પણ આ ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. દરેક જગ્યાએ તહેવાર જેવા માહોલ બની ગયો હતો અને ડાંગની આ પાવનભૂમિ ખૂબ જ પવિત્ર બની ચૂકી હતી. લોકોએ પણ આ કાર્યને આગળ વધારવા માટે પોતાની તૈયારી બતાવી હતી.

ડાંગના દરેક લોકો હળી મળીને 311 મંદિર બનાવવાનો સંકલ્પ પૂર્ણ કરશે અને તેમાં બની શકે તેટલી મદદ રૂપ થશે આવવા તાલુકાના સાતે ગામોમાં આ કાર્યક્રમ સિવાયના અન્ય વિશિષ્ટ કાર્યક્રમની પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગોવિંદભાઈ ધોળકિયાએ ડાંગના તમામ ગ્રામજનોને પોતાના વિચારોથી પ્રોત્સાહિત કર્યા હતા હાલમાં તો આ 311 મંદિર બનાવવાનો સંકલ્પ ખૂબ જ પૂર જોશથી ચાલી રહ્યો છે જેમાં દરેક લોકો ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *