ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાનું નવું હરિકૃષ્ણ સરોવર…! વિડીયો માં અલગ અલગ રાઇડ્સ જોઈને તમને પણ જવાનું મન થઇ જશે
ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો આપણા રાજ્યમાં ખાવા પીવા અને ફરવાના લોકો ખૂબ જ શોખીન છે. લોકોને નાનકડો એવું વેકેશન મળે તો પણ લોકો ફરવા જતા રહે છે. આવી પરિસ્થિતિમાં આજે તમને એક એવી જગ્યા વિશે જણાવીએ જ્યાં તમે પરિવાર સાથે પિકનિક ઉપર જઈ શકો છો. અને આ સ્થળ લોકોની સુખાકારી માટે બનાવવામાં આવ્યું છે.
થોડા સમય પહેલા સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા સવજીભાઈ ધોળકિયાએ અમરેલી જિલ્લાની અંદર આવેલા પોતાના જ વતન દુધાળા ગામમાં હરિકૃષ્ણ સરોવર ની અંદર સમય પસાર કર્યો છે. ત્યાં તેમણે ફ્લાઈંગ બોર્ડની પણ મજા લીધી. ધોળકિયા ગામ વારંવાર પોતાના સામાજીક કાર્યોને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે.
મિત્રો તમને ખાસ જણાવી દઈએ સવજીભાઈ ધોળકિયાએ પોતાના તમામ ફોટા facebook પર શેર કર્યા હતા. જેમાં એકદમ સરળ પોશાકમાં સવજીભાઈ દેખાઈ રહ્યા છે. સવજીભાઈએ પોતાના આકર્ષક વ્યવસાયને બોલીથી યુવાનીની અંદર એક આશા ઉભી કરી છે. ધોળકિયા સુરતની અંદર હરિકૃષ્ણ એક્સપોર્ટ નામની એક કંપની ચલાવી રહી છે.
ચાલો આજે હરિકૃષ્ણ સરોવર વિશે થોડુંક તમને જણાવીએ. આસરોવર અમરેલી જિલ્લાની અંદર લાઠી તાલુકાના દુધાળા ગામમાં આવેલું છે. આ સરોવર સવજીભાઈ ધોળકિયાએ પોતાના સ્વખર્ચે નિર્માણ કર્યું છે. આ સરોવરનું ઉદઘાટન વિજયભાઈ રૂપાણીના હસ્તકે થયું હતું. સવજીભાઈ ની મહેનતના લીધે આ ગામની અત્યારે રોનક બદલાઈ ગઈ છે.
તમને આવા જ જાણીને આશ્ચર્ય થશે કે સવજીભાઈએ પોતાના ગામની અંદર એક પણ રૂપિયાનો ફંડ લીધો નથી. તેણે પોતાના સ્વખર્ચે 280 વીઘા ની અંદર આ પ્રકારના મોટા સરોવરનું નિર્માણ કર્યું છે. આ સરવાળો નિર્માણ કરવામાં આશરે 120 દિવસ જેટલો સમય લાગ્યો હતો અને 260 જેટલા મજૂરો કામ કરતા હતા.
આ સરોવરને લીધે દુધાળા સહિત આસપાસના ગામની અંદર પાણીની અગવડ હવે આવનારા સમયની અંદર ઊભી થશે નહીં. આ સરોવર પ્રવાસનો એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. સવજીભાઈ ધોળકિયા ની મહેનતને લીધે આજે ખેડૂતો પાણીને ખૂબ જ સારી રીતે વાપરી ખેતી કરી રહ્યા છે. આ સરોવરના હરિકૃષ્ણ સરોવર રાખવામાં આવ્યું છે.
અહીં તમે વોટર રાઇડિંગ તેમજ બોટિંગ કરી શકો છો. અને અલગ અલગ પ્રકારની રાઇડ્સ નો અનુભવ પણ લઈ શકો છો. સરોવરની આસપાસ કુદરતી પ્રકૃતિનો અલગ જ નજારો જોવા મળશે. સરોવરની બાજુમાં બગીચા નું નિર્માણ કરવામાં આવ્યું છે જે સરોવરને વધારે આકર્ષિત બનાવે છે.