સુરતના હીરા વેપારીએ કરોડોની સંપત્તિ છોડી પોતાની પત્ની સાથે અપનાવ્યો દીક્ષાનો માર્ગ જેગવાર અને ફરારી જેવી લક્ઝરીયસ કારમાં નીકળી ભવ્ય શોભાયાત્રા

આજના યુગનો વ્યક્તિ પૈસા પાછળ દોડતો હોય છે અથવા તો તેને સંપત્તિની લાલચ હોય છે પરંતુ ઘણા વ્યક્તિઓ મોહ મયા ની લાલચ છોડી સંયમ નો માર્ગ અપનાવતા હોય છે આવા તો ઘણા ઉદાહરણ સામે આવતા હોય છે. જેને સાંભળીને કે જોઈને આપણે વિચારમાં પડી જતા હોઈએ છીએ કે આટલી સંપત્તિ છોડી કોઈ વ્યક્તિ કેવી રીતે સંયમ નો માર્ગ અપનાવી શકે પરંતુ ઘણા વ્યક્તિઓ આ સત્ય કરી બતાવે છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે જેમાં હીરાના એક વેપારીએ પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ છોડી દીક્ષા નો માર્ગ અપનાવ્યો હતો.

આ દંપત્તિના દીકરા અને દીકરીઓએ પહેલેથી જ દીક્ષા નો માર્ગ અપનાવી લીધો છે ત્યારબાદ તેમના માતા પિતાએ હાલમાં જ પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ છોડી સંયમનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું હતું. તેમનો દીકરો પહેલા દીક્ષા નું મુરત લેવા માટે ફરારી ગાડીમાં ગયો હતો ત્યારબાદ તેમના માતા-પિતા હાલમાં દીક્ષા નું મુરત લેવા માટે જેગવાર ગાડીમાં નીકળ્યા હતા. આ એન્ટ્રી ને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. આપ સૌ લોકો જાણતા જ હશો કે જૈન સમાજમાં પવિત્ર ચાતુર્મસ બાદ દીક્ષા લેવાનું અનેરુ મહત્વ છે.

આ જ કારણથી આ દંપત્તિએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. પવિત્ર ચાતુર્માસ બાદ દીક્ષા લેવાના દરેક જગ્યાએ નાના મોટા કાર્યક્રમો થાય છે. આ કાર્યક્રમમાં ખૂબ જ નાની ઉંમરમાં લોકો દીક્ષા લેતા હોય છે આવું જ એક ઉદાહરણ સુરતના આદંપત્તિએ પૂરું પાડ્યું હતું. હીરાના વેપારી દીપેશ શાહ અને તેમની પત્ની શોભા મુરત લેવા માટે ઉમરા જૈન સંઘમાં પહોંચ્યા હતા. જ્યાં તેમનું જેગવાર ગાડીમાં ભવ્ય સ્વાગત થયું હતું. આબા તેમને મહારાજ સાહેબ પાસે દીક્ષા લેવા માટે મુહૂર્ત માંગ્યું હતું. શારદાબેન અને પ્રવીણભાઈના પુત્ર દિપેશ શાહ જેમની ઉંમર 61 વર્ષ છે અને તેના પત્ની દીક્ષા મુરત ગ્રહણ કરવા માટે ઘર આંગણેથી ખૂબ જ ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં તેમના પરિવારજનો તથા આસપાસના લોકો પણ જોડાયા હતા શા પરિવાર બેલગામ થી સુરત રહેવા માટે આવ્યા હતા પરંતુ 10 વર્ષ પહેલાં તેમની પુત્રી પ્રિયાંશી માત્ર 12 વર્ષની નાનકડી ઉંમરમાં દીક્ષા લીધી હતી અને સંયમ નો માર્ગ પોતાના જીવનમાં અપનાવ્યો હતો. આ બાદ તુરંત જ તેમના પુત્ર એ પણ દીક્ષા લીધી હતી દીક્ષા લેવા માટે નીકળેલી શોભાયાત્રા સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયો છે જેમાં અત્યાર સુધી લાખોની સંખ્યામાં લોકોએ લાઈક અને કોમેન્ટ કરી છે.

સુરતના આ વેપારી પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ છોડી હવે ટૂંક સમયમાં દીક્ષા લેવા જઈ રહ્યા છે અત્યાર સુધી તેમને પોતાની લક્ઝરી લાઇફ જીવી હતી પરંતુ હવે આ તમામ સુખને છોડી હવે તેઓ મોહ માયા નો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવશે. આ દીક્ષા લીધા બાદ તેમનો તમામ કારોબાર તેમનો મોટો પુત્ર સંભાળશે તેવું પણ હીરાના આ વેપારીએ કહ્યું હતું દીપેશભાઈ ના પત્ની જણાવી રહ્યા છે કે સંયમના માર્ગે જવા માટે નો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ છે તથા આ રાહ પણ ખૂબ જ મુશ્કેલ છે.

પરંતુ મારા પતિની સહમતિથી અમે આ નિર્ણય લીધો છે અને આ નિર્ણયથી અમે ખૂબ જ રાજી છીએ અમને સમય જતા સમજાયું કે આ સાંસારિક સુખ માત્ર શ્રેણિક હોય છે જેનાથી મેં અને મારા પતિ હવે સાંસારિક સુખનો ત્યાગ કરી સંયમના માર્ગે આગળ વધવાનો નિર્ણય કર્યો છે દિપેશભાઈના ત્રણ સંતાનો છે પરંતુ તેના દીકરા અને દીકરીએ પહેલેથી જ સન્યાસ લઈ લીધો છે હવેથી તેમનો આગળનો કારોબાર તેમનો મોટો પુત્ર સંભાળશે. હાલમાં તો સુરતના આ વેપારીની ચર્ચા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *