i20 કાર નું અચાનક ટાયર ફાટતા ભાદર નદીના પુલ પાસે 60 ફૂટ ઊંડી નદીમાં ગાડી ખાબકતા એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત
સમગ્ર ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ધોરાજી નજીકથી એક અકસ્માત નો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક કારે અચાનક પોતાનો કાબો ગુમાવતા નદીના પુલ પરથી નીચે ખાબકી હતી. આ સાથે ચાર લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત થયા હતા. આસપાસના લોકો તુરંત ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
પોલીસને વધુ તપાસ થતા પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રસ્તા પર ચાલી રહેલી i20 કારનું અચાનક ટાયર ફાટતા ભાદર નદીના પુલ પાસે રેલિંગ તોડી 60 ફૂટ નદીમાં ગાડી ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. મૃત્યુના સમાચારથી સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ સર્જાયો હતો. બચાવ કામગીરીની ટીમની મદદથી તમામ લોકોના મૃતદેહને સલામત રીતે બહાર કઢાયા હતા.
આ બાદ તમામ મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પણ આસપાસના લોકો પાસે વધુ પૂછપરછ તથા તપાસ હાથ ધરી ઘટના જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાદ ક્રેન ની મદદથી ખાબકેલી કારને પણ બહાર કાઢવામાં આવી હતી. આ ગંભીર અકસ્માતને કારણે આસપાસના રસ્તા ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે પોલીસ દ્વારા તે તમામને હટાવી દેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ કાર માંડાસણ થી ધોરાજી તરફ જઈ રહી હતી પરંતુ અચાનક ગાડીનું ટાયર ફાટતા તે ઊંડા પુલ નીચે ખાબકી હતી. આ અકસ્માતને કારણે સમગ્ર ધોરાજીમાં શોક નો માહોલ સર્જાયો હતો. ભાજપ અને કોંગ્રેસના અનેક રાજનેતાઓએ આ અકસ્માત અંગે પોતાની દુઃખની લાગણી વ્યક્ત કરી સમગ્ર પરિવારને સાંત્વના આપી તથા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.