IPL માંથી નિવૃત્તિ લીધા બાદ દિનેશ કાર્તિકને T20 વર્લ્ડ કપમાં મળ્યું સ્થાન જાણો કઈ ટીમ માં રમશે દિનેશ કાર્તિક
હાલ આઈપીએલની મેચો હવે સમાપ્ત થઈ ગઈ છે આ સાથે જ કોલકત્તાની ટીમ ipl 2024 નું ટાઈટલ પોતાના નામે કર્યું હતું.હૈદરાબાદ ને હરાવી કોલકત્તાની ટીમ ત્રીજી વાર કપ જીતવામાં સફળ રહી હતી. સાથે સાથે દિનેશ કાર્તિકે પણ આઈપીએલના માહોલ વચ્ચે રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. પરંતુ હવે ટૂંક સમયમાં શરૂ થનારા વર્લ્ડ કપ માં દિનેશ કાર્તિકને કોમેન્ટેટર તરીકે સ્થાન મળ્યું છે.

Icc એ 40 જેટલા t20 વર્લ્ડ કપ માટે નિમણૂક કરી છે તેમાં દિનેશ કાર્તિકનું નામ પણ સામેલ થઈ ચૂક્યું છે. રાજસ્થાન રોયલ્સની મેચ બાદ દિનેશ કાર્તિકે નિવૃત્તિ જાહેર કરી હતી તેને ભારતીય ટીમ માટે અને બેંગલોર ની ટીમ માટે પોતાનું સંપૂર્ણ યોગદાન આપ્યું છે આ સાથે સાથે દિનેશ કાર્તિક ipl માં કોલકત્તા ગુજરાત દિલ્હી મુંબઈ માટે પણ રમી ચૂક્યા છે.

દિનેશ કાર્તિકે મહેન્દ્રસિંહ ધોની સાથે એક બેસ્ટ ફિનિશિર તરીકે ભૂમિકા નિભાવી છે. મહાન ક્રિકેટર હોવા છતાં પણ પોતે હંમેશા સરળ અને સાદગી સ્વભાવમાં જોવા મળે છે. દિનેશ કાર્તિકે તમામ ખેલાડીનો આભાર વ્યક્ત કર્યો હતો. ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ની શરૂઆત અમેરિકા અને કેનેડા ની મેચ થી થશે આ વર્લ્ડ કપ માટે તમામ દેશના ક્રિકેટ ચાહકો ખૂબ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. આ વખતે ટી 20 વર્લ્ડ કપમાં દિનેશ કાર્તિક એરોન ફીંચ સ્ટીવ સ્મિથ જેવા ક્રિકેટરો કોમેન્ટ્રી આપશે.
આ વખતે ભારતીય ટીમ પણ ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે તમામ લોકોએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ભારતની ટીમને શુભકામના અને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે આ વખતે જીતની આશા પણ દર્શાવી હતી હવે જોવાનું એ રહ્યું કે ભારતીય ટીમ આ વખતે વર્લ્ડ કપમાં પોતાનો જલવો કેવી રીતે બતાવી શકે છે પરંતુ હાલમાં તો દિનેશ કાર્તિક ની નિવૃત્તિને કારણે અનેક ક્રિકેટના ચાહકો દુઃખી થયા હતા. પરંતુ દિનેશ કાર્તિક હંમેશા પોતાના ચાહકો વચ્ચે રહેશે.