ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ દિનેશ કાર્તિક પોતાની સુંદર પત્ની સાથે લંડનમાં વિતાવી રહ્યો છે વેકેશન, રોમેન્ટિક તસવીરો કરી શેર

હાલમાં ભૂતપૂર્વક ભારતીય ક્રિકેટર અને વિકેટકીપર દિનેશ કાર્તિક પોતાની પત્ની અને પરિવાર સાથે લંડનમાં 2024 વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ જોતો જોવા મળ્યો હતો. દિનેશ કાર્તિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કોમેન્ટ્રીમાં જોડાયો હતો તેમની કોમેન્ટ્રી પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે દિનેશ કાર્તિક માત્ર સર્વશ્રેષ્ઠ ખેલાડી નહીં પરંતુ નિવૃત્તિ લીધા બાદ પણ હંમેશા પોતાના ચાહકોને ખૂબ જ પ્રેમ કરતા રહે છે.કાર્તિક હાલમાં સ્કાય સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરી રહ્યો છે. આ બાદ તેણે પોતાની પત્ની અને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. Ipl વર્ષ 2024 માં દિનેશ કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગલોર ની ટીમ તરફથી રમી રહ્યો હતો બેંગલોર ની દરેક જીત પાછળ દિનેશ કાર્તિકે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ટીમ ને અનેક જીત અપાવી હતી તેઓ માત્ર સર્વશ્રેષ્ઠ ખેલાડી નહીં પરંતુ ટીમના ફિનિશર અને વિકેટકીપર પણ રહ્યા છે.

પરંતુ ipl વર્ષ 2024 પૂર્ણ થતા જ દિનેશ કાર્તિકના તમામ ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા હતા જેમાં દિનેશ કાર્તિકે હંમેશાં માટે ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દીધું હતું. કાર્તિકે ipl 2024માં 15 મેચમાં 187 ની સ્ટ્રાઈક રેટ થી 326 રન બનાવ્યા હતા.આપને જણાવી દઈએ કે દિનેશ કાર્તિક એ ભલે આજે ક્રિકેટની દુનિયાને અલવિદા કહી દીધું છે પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમમાં અવારનવાર અનેક તસવીરો શેર કરતો હોય છે હાલમાં તેને લંડનમાં પોતાની પત્ની સાથે સમય વિતાવેલી તસવીરો શેર કરી હતી.

આબાદ દિનેશ કાર્તિક રવિવારના માહોલને વધારે રોમેન્ટિક બનાવવા માટે પોતાની પત્ની સાથે લંડનમાં અલગ અલગ ખૂબસૂરત જગ્યામાં પોતાનો સમય વિતાવતા જોવા મળી રહ્યા છે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે દિનેશ કાર્તિક રેડ શર્ટમાં અને પોતાની પત્ની ખૂબ જ સુંદર આઉટ ફીટમાં જોવા મળી રહી છે બંને લોકોએ અલગ અલગ જગ્યાએ આકર્ષક અંદાજમાં અલગ અલગ પોઝ આપી ફોટોશૂટ કરાવતા પણ જોવા મળ્યા હતા.

આ રોમેન્ટિક તસવીરો ચાહકોને પણ ખૂબ જ પસંદ આવી હતી માત્ર એટલું જ નહીં પરંતુ દિનેશ કાર્તિક અને તેમની પત્નીની જોડી પણ ક્રિકેટની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય બની છે આ સાથે જ દિનેશ કાર્તિકની તમામ સફળતા પાછળ તેમના પત્નીએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે આ કારણથી જ ક્રિકેટની દુનિયામાં દિનેશ કાર્તિક સુપરહિટ ખેલાડી તરીકે સાબિત થયા હતા તથા દરેક મેચમાં સપોર્ટ કરતાં પણ તેમના પરિવારજનો જોવા મળે છે.

આ તમામ તસવીરોને અત્યાર સુધી સાત લાખ કરતા પણ વધારે લાઇક મળી ચૂકી છે તથા તમામ લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી દિનેશ કાર્તિકની તેની પત્ની સાથેની રોમેન્ટિક તસવીરોના પણ વખાણ કર્યા હતા આ સાથે અન્ય ચાહકોએ તેમના ક્રિકેટ કરિયરને પણ યાદ કર્યો હતો એક વ્યક્તિએ લખ્યું હતું કે યુ આર અ બેસ્ટ ફીનીશ ઇન ધ વર્લ્ડ તો અન્ય ચાહતે લખ્યું હતું કે બેસ્ટ કપલ ઇન ક્રિકેટ હિસ્ટ્રી ભારત માટે દિનેશ કાર્તિકે પોતાના ખેલ પ્રદર્શનથી અગ્રીમ ફાળો આપી અનેક જીત ભારતની ટીમ માટે અપાવી છે માત્ર એટલું જ નહીં પરંતુ ipl માં પણ અનેક ટીમ તરફથી દિનેશ કાર્તિક રમી ચૂક્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *