ડોલી ચાય વાલાએ દુબઈ માં આવેલ બુર્જ ખલીફા બિલ્ડિંગમાં 148 માં માળે કોફીની મજા માણી લોકોએ કહ્યું નસીબ હોય તો…. જુઓ વાયરલ વિડિયો

આજના સમયમાં સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા અનેક લોકો રાતોરાત ફેમસ થઈ જતા હોય છે. સોશિયલ મીડિયા આજે ફેમસ થવાનું એક અભિન્ન અંગ બની ગયું છે. એમાં લોકો અનેક વિડીયો ફોટો તથા પોતાની કળા અને આવડતથી લોકો વચ્ચે વાયરલ થઈ જતા હોય છે. આવી જ રીતે સોશિયલ મીડિયાથી પોતાની ચા બનાવવાની કળા અને આવડતને કારણે ડોલી ચાય વાલા ઝીરો માંથી હીરો બની ગયો હતો.

આજે તેમને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ મળી ચૂકી છે. ની ચાય વાલાના ચા બનાવવાના અનોખા અંદાજને કારણે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સ પણ ડોલી ચાય વાલાની ચા પીવા માટે તેની ટપરી એ પહોંચ્યા હતા. જ્યાં તેણે સામાન્ય વ્યક્તિની જેમ ડોલી ચાય વાળા ને ત્યાં ચા ની ચૂસકી ની મજા માણી હતી. આજ કારણે તે રાતો રાત જ ફેમસ થઈ ગયો હતો.

આ બાદ તેણે દુબઈની મુલાકાત લીધી હતી ત્યારબાદ દુબઈમાં આવેલા પ્રસિદ્ધ બિલ્ડીંગ બુર્જ ખલીફામાં કોફી નો આનંદ માણ્યો હતો. એક સામાન્ય ચા થી માંડી આજે ડોલી ચાઈ વાલા દુબઈની બુર્જ ખલીફામાં કોફીની મજા માણી રહ્યો છે. ડોલી એ આ તસ્વીર મીડિયામાં શેર કરી હતી.

જેમાં તેને કેપ્શન માં લખ્યું હતું કે ડોલી કોફી ની મજા માણવા માટે બુર્જ ખલીફા પહોંચ્યો છે. વીડિયોમાં જોઈ શકો છો કે દુબઈના વ્યક્તિઓ દ્વારા ડોલી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બુર્જ ખલીફા ની મેનેજમેન્ટ દ્વારા ડોલીને બુર્જ ખલીફાના 148 માં માળે લઈ જવામાં આવ્યો હતો.

વિડીયો વાયરલ થતાની સાથે જ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં લાઈક અને કોમેન્ટ કરી પોતાના અલગ અલગ મંતવ્ય દર્શાવ્યા હતા એક વ્યક્તિ કોમેન્ટ કરતા લખી રહ્યો છે કે નસીબ હોય તો આવા તો બીજા વ્યક્તિએ લખ્યું કે આજના સમયમાં એજ્યુકેશન મરણ પામ્યું છે તો વધારે એક વ્યક્તિએ લખ્યું કે એક ચા વાળો આટલી પ્રગતિ કરી શકે તે ખરેખર ખૂબ મોટી વાત છે.

બિલ ગેટની એક મુલાકાતથી ડોલી ચાય વાળા ની નસીબ બદલાયુ હતો આજે તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના અનેક દેશની મુલાકાત લઈ રહ્યો છે તથા દુનિયાના મોટા મોટા સેલિબ્રિટીઓ ડોલી ચાય વાળા ને ત્યાં ચા પીવા તથા તેની ઝલક જોવા માટે આવી રહ્યા છે ખરેખર સોશિયલ મીડિયાનો પાવર કંઈક વિશિષ્ટ રીતે ડોલી ચાય વાળા ને મળ્યો હતો. હાલમાં તો તેની બુર્જ ખલીફા સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *