સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર ડોલી ચાય વાલા બન્યા સુરતના મહેમાન એક ઝલક જોવા મોટી સંખ્યામાં સુરતવાસીઓ ઉમટી પડ્યા જુઓ વાયરલ વિડિયો
આજના સમયમાં સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણા લોકો રાતોરાત ફેમસ થઈ જતા હોય છે અને તેમના કિસ્મત લોકોની વચ્ચે ચમકી જતા હોય છે આવા અનેક ઉદાહરણ આપણી સામે ઘણીવાર આવતા હોય છે તેમાંનું એક હાલનું જ ઉદાહરણ એટલે ડોલી ચાઈ વાલા!! માઈક્રોસોફ્ટ કંપનીના માલિક આ ડોલી ને ત્યાં ચા નો સ્વાદ માણવા માટે ગયા હતા અને બસ આજ કારણથી તેના કિસ્મત ચમકી ગયા હતા અને સોશિયલ મીડિયામાં ડોલી ના નામથી ધૂમ મચી ગઈ હતી.
આ બાદ તેની લોકપ્રિયતામાં દિવસેને દિવસે ખૂબ જ વધારો થવા લાગ્યો માત્ર એટલું જ નહીં પરંતુ વિદેશના લોકોએ પણ તેમના દેશમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું આ માહોલ વચ્ચે હવે ડોલી ગુજરાતના સુરત શહેરમાં આવ્યો હતો જેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સુરતવાસીઓનો ડોલી પ્રત્યે પ્રેમ જોવા મળી રહ્યો છે આજે લોકો ડોલી ની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે ત્યારે હવે ફરીવાર સુરતવાસીઓ પણ ડોલીને મળવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આજના સમયમાં ડોલી કોઈ સેલિબ્રિટી થી કમ નથી લોકો તેને સેલિબ્રિટી ની જેમ જ પ્રેમ આપે છે અને તેમની સાથે ફોટોગ્રાફી કરાવવા માટે પડાપડી કરતા હોય છે. ડોલી ની ચા બનાવવાની સ્ટાઈલ આજે સમગ્ર દુનિયામાં વાયરલ થઈ ગઈ છે. આ સાથે જ ડોલી ની ચા એક બ્રાન્ડ બની ચૂકી છે. આ લોકપ્રિયતા બાદ હવે ડોલી એ અનેક સેલિબ્રિટી ને પોતાની ટપરીએ ચા પીવડાવી છે જેમાં બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી સહિત મોટી મોટી કંપનીઓના માલિક અને રાજ્યના મુખ્યમંત્રી પણ આવી ચૂક્યા છે.
ડોલી ચાય વાલા સુરતમાં કોઈ દુકાનનું ઓપનિંગ કરવા માટે આવ્યા હતા. આ ઓપનિંગના સ્થળે ખૂબ મોટી સંખ્યામાં ડોલી ડોલી ના લોકો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા તથા સુરતવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં ડોલી ને જોવા માટે ભેગા થઈ ગયા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ એરપોર્ટ પર પણ ડોલી નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ડોલીને કાર્યક્રમના સ્થળે લાવવામાં આવ્યો હતો આ પરથી કહી શકાય કે એક સામાન્ય ચા વાળો પણ આજના સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની વચ્ચે સુપરસ્ટાર બની શકે છે દિવસેને દિવસે સોશિયલ મીડિયા નો પાવર વધતો જાય છે.
કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં પોતાનો વિડીયો વાયરલ કરી રાતોરાતો જ ફેમસ બની જતો હોય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ ડોલી ચાય વાલા છે આજે ડોલી પાસે કરોડોની કાર સહિત ગાડી બંગલા પણ ઓફર કરવામાં આવે છે આ સાથે જ તેઓએ અનેક દેશની મુલાકાત લીધી છે થોડા સમય પહેલા જ માલદીવમાં દરિયા કિનારે તેઓએ લોકોને ચા પીવડાવી હતી. આ સાથે જ દુબઈમાં પણ અનેક લોકો સાથે મુલાકાત કરી નવા નવા પ્રોજેક્ટની શરૂઆત ડોલી એ કરી હતી.