સોના ચાંદીથી છલકાય દ્વારકાધીશ મંદિરની દાનપેટી!! 23 કરોડથી વધુનું કર્યું દાન 81 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન સોનુ ચાંદી તો એટલું આવ્યું કે….
સમગ્ર ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના અનેક તીર્થસ્થાનો આવેલા છે તેમાં ડાકોર દ્વારકા મથુરા વૃંદાવન જેવા અનેક મંદિરોનો સમાવેશ થાય છે આ બધા તીર્થ સ્થાનોમાં આજના સમયમાં દ્વારકા દરેક ભક્તો માટે શ્રદ્ધા વિશ્વાસ અને અસ્થાનું પ્રતીક બની ગયું છે. આ મંદિર ગુજરાતમાં ગોમતી નદીના ઘાટે સ્થિત છે. દ્વારકા મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકાધીશ તરીકે પૂજા થાય છે અહીં ભગવાન કૃષ્ણ સૌથી વધારે જીવન વિતાવ્યું છે તથા દ્વારકાનો સમાવેશ ચાર ધામોમાં થાય છે.
દ્વારકાધીશ મંદિરમાં પૂનમ જન્માષ્ટમી જેવા દિવસોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દેશ-વિદેશથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હોય છે. આ મંદિરમાં મંદિરની ધજા નું અનેરૂ મહત્વ છે. અહીં દિવસમાં છ વાર ભગવાન દ્વારકાધીશના મંદિર પર ધજા ચડાવવામાં આવે છે. માત્ર ધજા ના દર્શન કરવાથી જ ભગવાન દ્વારકાધીશ તમામ દુઃખોને નષ્ટ કરી દે છે. આ મંદિરમાં લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી દાન આપતા હોય છે.
હાલમાં જ 2023 અને 24માં ભક્તોએ કરેલી દાન ની યાદી સામે આવી હતી. વર્ષ 2023 24 માં 81 લાખથી વધુ ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. આ તમામ ભક્તો દ્વારા 23.78 કરોડ સહિત 1.7 કિલો સોનુ અને 50.6 કિલો ચાંદી ભગવાન દ્વારકાધીશ ને દાન સ્વરૂપે ભેટ ધરાઈ હતી. આ યાદી અનુસાર કહી શકાય કે દ્વારકાધીશના તમામ ભક્તો દ્વારા દિલ ખોલીને 2023 24 વર્ષમાં દાન અપાયું છે.
ભગવાન દ્વારકાધીશ પ્રત્યે દરેક ભક્તો અતૂટ આસથા શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. અહી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પગપાળા દર્શન કરવા માટે આવતા હોય છે તથા થોડા સમય પહેલા જ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દ્વારકા થી બેટ દ્વારકા જવા માટે સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે દ્વારકા મંદિરમાં આવતા તમામ ભક્તો માટે સુખ સુવિધામાં વધારો કરશે. આ મંદિર ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે.