ઇજિપ્તની આ મહિલા સાત મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ ઓલમ્પિકમાં લીધો ભાગ અને રચી દીધો ઇતિહાસ, જુઓ મહિલાનું દમદાર પ્રદર્શન
પેરીસ ઓલમ્પિક 2024 માં તમામ ખેલાડીઓ પોતાનું શાનદાર પર્ફોર્મન્સ આપી રહ્યા છે. આ દરમિયાન ઘણા ખેલાડીઓ પોતાની સંઘર્ષ કહાનીને કારણે પણ લોકોની વચ્ચે પ્રેરણાદાયક બનતા હોય છે આવી જ એક ઇજિપ્તની મહિલાએ દરેક લોકો સામે સર્વશ્રેષ્ઠ મહિલાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. આપને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા સાત મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ ઓલમ્પિક 2024 માં ભાગ લીધો હતો અને ખેલમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાના દેશને ગર્વ અપાવ્યું હતું. આ સમાચાર હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં તમામ લોકો આ બહાદુર અને નીડર મહિલાના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
આ મહિલાની ઉંમર હાલમાં 26 વર્ષની છે અને તે સાત મહિનાની ગર્ભવતી છે ઓલમ્પિક 2024 ની પોસ્ટ શેર કરતાં સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે પોડિયમ પર તમને જે બે ખેલાડી દેખાયા તે ખરેખર ત્રણ હતા. એમાંની એક હું અને બીજો મારો પ્રતિસપ્ર્ધી અને ત્રીજો આ દુનિયામાં કદમ રાખનાર મારો બાળક. આ બાદ તે આગળ જણાવતા કહે છે કે મેં એને મારા બાળકે શારીરિક અને ભાવનાત્મક ભાવનાનો સામનો કર્યો છે. ગર્ભ અવસ્થામાં ઘણા ઉતાર ચઢાવ આવે છે. આ જીવનની સૌથી મહત્વપૂર્ણ તક છે. પરંતુ આ સાથે ખેલાડીઓનું સંતુલન જાળવવું પણ ખૂબ જ જરૂરી છે.જ્યારે આપણા જીવનમાં પડકારો આવે છે ત્યારે આપણને તેનો સામનો કરવાની હિંમત મળે છે.
ઇજિપ્તનીઆ મહિલા નાડાએ અત્યાર સુધી ઓલમ્પિક 2024 માં ખૂબ જ શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે પોતે સાત મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ તમામ સંઘર્ષોને પાર કરી પોતાના દેશ અને ખેલ પ્રત્યેનું ઉત્તમ પ્રદર્શન લોકો સમક્ષ પ્રસ્તુત કરી એક બહાદુર અને નીડર મહિલાની વ્યાખ્યા પ્રસ્તુત કરી છે. ખરેખર આ મહિલાના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. અત્યાર સુધી ઇજિપ્તની આ મહિલા નાડાએ પોતાના ગર્ભ અવસ્થાના સમાચાર શેર કર્યા ન હતા પરંતુ ખેલના અંતે આ સમાચાર લોકો સમક્ષ રજૂ કર્યા હતા. ઉલટ ફેર સ્પર્ધામાં પોતાના પ્રતિસ્પર્ધીને 15-13 થી હરાવી ઇતિહાસ રચી દીધો હતો.
આજના સમયમાં જ્યારે લોકો પોતાના નાના દુખોથી ડરી આગળ વધી શકતા નથી તેમની માટે આ મહિલા ઉત્તમ ઉદાહરણ બની હતી પોતે ગર્ભ અવસ્થામાં હોવા છતાં પણ દેશ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર દુનિયામાં એક અલગ મિસાલ લોકો સમક્ષ ઉભી કરી હતી આ મહિલાના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ એક શ્રેષ્ઠ મહિલા અને નીડર મહિલા વિશેના પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા ઓલમ્પિક 2024માં આવી અનેક સંઘર્ષ કહાનીઓ સામે આવે છે જેને સાંભળી આપણા જીવનમાં પણ આવતા પડકારો સામે ફરીવાર લડવાની તાકાત મળતી હોય છે. હાલમાં તો ઇજિપ્તની આ મહિલા દરેક લોકો માટે પ્રેરણાદાયક બની હતી.