અનંત રાધિકાના લગ્ન બાદ હવે આ ખાસ જગ્યા પર યોજાશે ખૂબ જ શાનદાર સેલિબ્રેશન, અંબાણી પરિવારની નવા ફંકશન માટેની તૈયારીઓ શરૂ જુઓ શું છે આ ઉજવણીમાં ખાસ
અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈ 2024 ના પવિત્ર પાવન દિવસે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યા હતા. આ ખાસ લગ્ન પ્રસંગ નિમિત્તે અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર સહિત બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટી પણ હાજર રહ્યા હતા ખરેખર આ લગ્ન પ્રસંગ માત્ર ભારત દેશ માટે નહીં પરંતુ સમગ્ર દુનિયા માટે ખૂબ જ યાદગાર બની રહેશે. આબાદ 13 જુલાઈ ના રોજ આશીર્વાદ સમારોહ અને 14 જુલાઈ 2024 ના રોજ તમામ આમંત્રિત મહેમાનો માટે રિસેપ્શન પાર્ટી એટલે કે મંગળ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ બાદ લગ્નના તમામ ફંકશનો પૂર્ણ થયા હતા પરંતુ મળતી માહિતી અનુસાર હજુ પણ આ લગ્નના ફંકશન અહીં પૂરા થયા નથી. આ લગ્ન બાદ અનંત અને રાધિકા પોતાના વતન જામનગર પહોંચ્યા હતા જ્યાં જામનગર વાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
આ બાદ જામનગરના ઘર આંગણે અંબાણી પરિવાર ની નવી વહુના કંકુ પગલા કરવામાં આવ્યા હતા. આ બાદ હવે નવદંપત્તિ ગુજરાતના મંદિરોમાં ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ બાદ લંડન મા લગ્નની ઉજવણીઓ થવાની પૂરેપૂરી શક્યતા છે પરંતુ હજુ સુધી આ ઉજવણી કયા સ્થળે અને ક્યારે કરવામાં આવે તેની કોઈ હજુ સુધી સત્તાવાર માહિતી બહાર આવી નથી. આ લગ્ન પૂર્ણ કર્યા બાદ સમગ્ર અંબાણી પરિવાર લંડન જવા માટે રવાના થયો હતો અને હવે ટૂંક જ સમયમાં અનંત અને રાધિકા પણ જશે તેવી શક્યતા છે.
માહિતી અનુસાર આ ફંકશન અને પાર્ટી પણ ખૂબ જ ભવ્ય અને શાનદાર રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે જમવાની પરિવાર પોતાના કોઈ પણ ફંકશન ખૂબ જ ધામધૂમથી અને ધમાકેદાર આયોજિત કરતો હોય છે.લંડનમાં થનારા આ ફંકશનમાં દેશ વિદેશના તમામ મહેમાનો સાથે બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી પણ હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે અનંત અને રાધિકાના લગ્નમાં પણ તમામ દેશ દુનિયાના લોકો વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હવે ફરીવાર અંબાણી પરિવાર અનંત અને રાધિકા માટે નવા ફંકશન ની તૈયારીઓ કરી રહ્યો છે.
આ પહેલા પણ અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન ઈટલી ફ્રાન્સ વચ્ચે દરિયા કિનારામાં ક્રૂઝમાં આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ તમામ ફિલ્મના સુપરસ્ટાર સહિત લોકો હાજર રહ્યા હતા આ તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી હાલમાં તો અંબાણી પરિવાર પોતાના નવા ફંક્શનની તૈયારીમાં લાગી ગયો છે અને નવદંપત્તિઓએ જામનગરમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી આટલા મોટા અમીર પદ પર હોવા છતાં પણ પોતાના વતનને ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ તેઓ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે.
અનંત અને રાધિકા હવે પોતાના ફંક્શન લંડન માં આયોજિત કરે તેવી ચર્ચાએ ચારે તરફ ધૂમ મચાવી દીધી છે તથા સમાચાર સોશિયલ મીડિયામાં પણ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે હાલમાં તો કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ લગ્ન પહેલા પણ આ ફંકશનને લઈ ઘણી બધી ચર્ચાઓ સામે આવી હતી હવે જ્યારે લગ્નના ફંકશનના પૂર્ણ થઈ ગયા છે ત્યારે લંડન પ્રવાસ બાબતે ચારેકોર ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે.