અમીરી હોય તો આવી!!જુનિયર એનટીઆર ના હાથમાં જોવા મળી ખૂબ જ સ્ટાઈલિશ વોચ તેની કિંમત અને વિશેષતા જાણી ચાહકોના તો હોશ ઉડી ગયા
આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રી કરતા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધારે આગળ નીકળી ગઈ છે કારણ કે લોકો બોલીવુડ ફિલ્મો જોવા કરતા આજના સમયમાં સાઉથના ફિલ્મો જોવાનું વધારે પસંદ કરે છે તેથી જ કહી શકાય કે આજના સમયમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અનેક સફળતાઓ હાસિલ કરી છે.આ સાથે જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે. આ સાથે જ તેઓ લક્ઝરીયસ લાઇફ પણ જીવતા હોય છે.
આવી જ એક વાત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા પાસેથી સામે આવી છે. સાઉથ ના અભિનેતા જુનિયર એનટીઆર ના હાથમાં રહેલી ઘડિયાળ લોકો વચ્ચે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચેલી ઋતિક રોશનની વોર ૨ ના શૂટિંગ માટે જુનિયર એનટીઆર મુંબઈ એરપોર્ટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી વાયરલ થતાની સાથે જ દરેક લોકોની નજર જુનિયર એનટીઆર ના હાથમાં પહેરેલી ઘડિયાળ પર પડી હતી. આ ઘડિયાળ જોવામાં જ ખૂબ સ્ટાઇલિશ અને આકર્ષક લાગી રહી હતી.
આ ઘડિયાળ ની કિંમત આશરે 8 કરોડ કરતાં પણ વધારે બતાવવામાં આવી રહી છે. કે જેને રિચાર્ડ મીલ કંપની દ્વારા બનાવવામાં આવી છે તેવું લોકો દ્વારા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જુનિયર એનટીઆર મુંબઈ એરપોર્ટ પાસે ખૂબ જ અનોખા અંદાજમાં જોવા મળ્યો હતો તેની સાથે સાથે તેની ઘડિયાળ એ પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી. આ પહેલા જુનિયર એનટીઆરએ બે કરોડની ઘડિયાળ ખરીદી હતી તેથી તેથી ઘણા ચાહકોએ કહ્યું હતું કે જુનિયર એનટીઆર ઘડિયાળ કલેક્શનનો ખૂબ મોટો શોખીન છે આ સાથે તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કરી દરેક ચાહકોના દિલમાં રાજ કરી રહ્યો છે.
જુનિયર એનટીઆર ને આજે માત્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ ફિલ્મની દરેક ઇન્ડસ્ટ્રીમાં લોકો ઓળખે છે તથા તેના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જુનિયર એનટીઆરએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આગળ વધવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષો પાર કર્યા છે તેને દરેક ફિલ્મમાં પોતાનો રોલ ખૂબ જ સારી રીતે નિભાવ્યો છે તેથી જ આજે ચાહકો જુનિયર એનટીઆરને ખૂબ જ પ્રેમ અને તેના દરેક ફિલ્મોમાં પૂરતો સપોર્ટ કરે છે.