બોલીવુડની સુપરહિટ ફિલ્મ સિંઘમના દિગગજ અભિનેતા નું હૃદય રોગના કારણે નિધન સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક નો માહોલ
છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક દુઃખદ સમાચારો સામે આવ્યા છે જેને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ સર્જાયો છે હાલમાં જ મશહુર તમિલ અભિનેતા અને રાજકારણમાં પોતાની અલગ નામના મેળવનાર અરુણ મલી એ 65 વર્ષની વયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. અભિનેતા ના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે આ સમાચાર સાંભળતા તમામ ચાહકોએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. બોલિવૂડના તમામ અભિનેતા અને અભિનેત્રીઓએ શ્રદ્ધાંજલિ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પાઠ્વી હતી. અભિનેતાએ સિંઘમ જેવી અનેક સુપરહિટ ફિલ્મો બનાવી છે જેને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. પરંતુ હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નો પાયો આ અભિનેતા ના નિધનથી ભાંગી ગયો હતો.
તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સાથે રાજકારણ સાથે પણ ખૂબ જ નજીકથી જોડાયેલા હતા તેથી જ રાજકારણની દુનિયામાં પણ દુઃખની લાગણી છવાઈ ગઈ હતી. અભિનેતા રાજકીય ક્ષેત્રે એ આઈ એ ડી એમ કે માટે અનેક સંઘર્ષો કરી રહ્યા હતા તથા આવનારા સમયમાં પ્રચાર માટે પણ તૈયાર હતા. પરંતુ અચાનક તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પરંતુ ત્યાં તેમની લાંબી સારવાર બાદ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
અચાનક જ ઘરે આવતા ની સાથે હૃદય હુમલો આવતા તેમને ચેન્નઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરોની લાંબી સારવાર બાદ તેનું નિધન થયું હતું. તેમણે સાઉથ ઇન્ડસ્ટ્રીની પણ અનેક સુપરહિટ ફિલ્મ બનાવી છે તેમાં તેને સૂર્ય અને રજનીકાંત જેવા સુપરસ્ટારો સાથે મળીને પણ કામ કર્યું છે. તેમના ચાહકો તેમની દરેક ફિલ્મોમાં તેમને ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર આપતા હતા. આજ કારણથી અભિનેતાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે લોકો વચ્ચે એક અલગ નામના મેળવી હતી.
અભિનેતા માત્ર ફિલ્મ તથા રાજનેતા ક્ષેત્રે જ નહીં પરંતુ લોક સેવાના કાર્યમાં પણ હંમેશા આગળ રહી અનેક જરૂરિયાતમંદની મદદ કરતા હતા. આ અભિનેતાના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. પરંતુ અભિનેતન અવસાન બાદ તેનો આધાર તૂટી ગયો હતો. હાલમાં તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક દુખદ સમાચાર સામે આવતા થયા છે જેમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે હાલમાં તો આ અભિનેતા ના નિધન ને કારણે તમામ ચાહકો દુઃખની લાગણીમાં ગરકાવ થયા હતા.