|

ગુજરાતવાસીઓ તૈયાર રહેજો!! હજુ વધારે વાવાઝોડા સાથે આવી શકે છે આ શહેરો માં વરસાદ હવામાન વિભાગ એ વ્યક્ત કરી આગાહી

સમગ્ર ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે હવામાન માં અચાનક પલટો આવતા ગુજરાતવાસીઓ ભારે ચિંતામાં મુકાયા છે કારણ કે છેલ્લા ઘણા દિવસોમાં ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ સાથે ભારે પવનના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાથે સાથે ભાવનગર દ્વારકા પોરબંદર જેવા પ્રદેશોમાં પણ વરસાદના એંધાણ નજરે પડ્યા હતા.

ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા પહેલા સુરત વડોદરા રાજકોટ જેવા શહેરોમાં 40 થી 45 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યા હતા પરંતુ અચાનક છેલ્લા બે દિવસથી ભારે પવન અને ધીમીધારે વરસાદ જોવા મળી રહ્યો છે. રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ જેવા પ્રદેશોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 15 થી 20 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ આવી શકે છે.

ગુજરાતના અન્ય શહેરોમાં 30 થી 40 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાયા હતા. આ સાથે આગળના સમયમાં પણ નવસારી વલસાડ ડાંગમાં પણ ભારે વાવાઝોડા સાથે વીજળી પડવાની પણ ઘટના બની હતી. ગુજરાતના તમામ શહેરોમાં ભારે વરસાદ બાદ 17 મે પછી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે પરંતુ અચાનક વાતાવરણમાં પલટાવતા સમગ્ર ગુજરાતવાસીઓ અને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

આ વર્ષે કેરી હજુ સુધી બજારમાં આવી નથી પરંતુ કેરીનો પાક ઉગાડતા ખેડૂતો ભારે વરસાદ અને વાવાઝોડું આવતા કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે.જેને કારણે ખેડૂતો પણ પાકની ચિંતા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાથી તેવા ફેરફારો થઈ શકે છે હાલમાં તો ગરમી અને ચોમાસુ બંનેની સિઝન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *