હવામાન ને લઈ ખેડૂતો માટે આવ્યા સૌથી ખરાબ સમાચાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કરી ભયંકર આગાહી
સમગ્ર ગુજરાતમાં દર વર્ષ કરતાં આ વર્ષે ગરમીનું જોર સતત વધી રહ્યું છે જેને કારણે તમામ ગુજરાતવાસીઓ માટે ગરમીથી છુટકારો મેળવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે પરંતુ એપ્રિલ મહિનો શરૂ થતા ની સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એક આગાહી વ્યક્ત કરી છે.
હાલના સમયમાં ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનું તાપમાન 40 ડિગ્રી નોંધાઇ રહ્યું છે પરંતુ આવનારા સમયમાં 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન ગુજરાતના સુરત વડોદરા રાજકોટ જેવા શહેરોમાં નોંધાઈ શકે છે. ત્યારબાદ વાદળ છાયા વાતાવરણ જોવા મળશે પરંતુ હાલમાં તમામ ગુજરાતવાસીઓને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. આવનારા સમયમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન શહેરોમાં નોંધાઈ શકે છે.
અમદાવાદ રાજકોટ વડોદરા જેવા શહેરોમાં છેલ્લા ઘણા દિવસોમાં સૌથી વધારે તાપમાનનો આંકડો નોંધાયો છે. એપ્રિલ મહિનાના અંતમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે તો ઘણા વિસ્તારોમાં વાવાઝોડું તથા ભારે વરસાદ ના દ્રશ્યો પણ જોવા મળશે.
સતત બદલાતા વાતાવરણને કારણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ખેડૂતો માટે પણ અનેક આગાહી વ્યક્ત કરી છે સતત વધતી ગરમીને કારણે વરસાદ આ વખતે સમય કરતા વહેલો આવવાની શક્યતા છે જેને કારણે અનેક ખેડૂતોને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે પરંતુ તમામ લોકોને ગરમીથી વરસાદને કારણે છુટકારો પણ મળી શકે છે આ આગાહીને કારણે પરેશ ગોસ્વામી એ ખેડૂતોને અનેક સૂચનો પણ આપ્યા હતા. હાલમાં તો તમામ ગુજરાતવાસીઓ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં વરસાદ કેવું તોફાન લાવી શકે છે.