ગોવિંદ ધોળકિયાની રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં વિદેશ મંત્રી એસ જયશંકર એ લીધી મુલાકાત સુરતના હીરા ઉદ્યોગ વિશે કહ્યું કે…

આપણે સૌ લોકો જાણીએ છીએ કે સુરત શહેરને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ શહેરમાંથી અનેક દેશોમાં હીરાની હેરફેર થાય છે. હીરાનો મુખ્ય પાયો સુરત શહેરમાં રહેલો છે તેથી જ અહીં મોટી સંખ્યામાં લોકો હીરા સાથે સંકળાયેલા છે તેમાં પણ સુરતની અનેક કંપનીઓએ હીરા ઉદ્યોગ ક્ષેત્રે દેશ વિદેશમાં ડંકો વગાડી દીધો છે.

સુરત શહેરમાં આવેલી ગોવિંદ ધોળકિયા ની રામકૃષ્ણ એક્સપોર્ટ અનેક વિદેશોમાં હીરાની હેરફેર કરે છે તેમની આ કંપનીમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રોજગાર મેળવે છે. ગોવિંદ ધોળકિયા પોતાની કંપની રામકૃષ્ણ એક્સપોર્ટમાં કામ કરતા દરેક કારીગરોને પોતાનો પરિવાર માને છે આ જ કારણથી લોકો હીરા ક્ષેત્રે આગળ વધવા માટે રામકૃષ્ણ એક્સપોર્ટ ની પસંદગી કરે છે.

ગોવિંદ ધોળકિયા હીરા ઉદ્યોગપતિ સાથે સાથે સમાજના શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેની પણ ઓળખ ઊભી કરી છે આ જ કારણથી દરેક સમાજના લોકો ગોવિંદભાઈ ધોળકિયા ને ખૂબ પ્રેમ કરે છે. ગોવિંદ ધોળકિયાએ આ મુકામ સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કર્યા છે તેથી જ આજે તેઓ સફળતાના અનેક શિખરો પ્રાપ્ત કરે છે સંઘર્ષને ખૂબ જ નજીકથી જાણવા માટે તેના પુત્ર પાસે પણ સંઘર્ષ કરી સફળતા મેળવવાનું શીખવે છે.

થોડા સમય પહેલા રામકૃષ્ણ એક્સપર્ટ કંપનીમાં આદરણીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પધાર્યા હતા જ્યાં તેમનું ગોવિંદ ધોળકિયા અને તેમની સમગ્ર ટીમ દ્વારા હાર તથા ફૂલોના વરસાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની કંપનીમાં આવેલ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના મંદિરમાં આરતી ઉતારી કંપનીની મુલાકાત લીધી હતી.

કંપનીમાં ચાલતી તમામ ટેકનોલોજી વિશે ગોવિંદ ધોળકિયાએ વિદેશ મંત્રી એસ જયશંકર ને માહિતી આપી હતી તથા તેના ફાયદા વિશે પણ જણાવ્યું હતું. એસ જયશંકરે પણ આ તમામ ટેકનોલોજી જોઈ ખૂબ જ વખાણ કર્યા હતા. તથા તેમને વિઝીટર બુકમાં પોતાના અનુભવો પણ વ્યક્ત કર્યા હતા. આ સાથે જ ગોવિંદ ધોળકિયા તથા તેની સમગ્ર ટીમ દ્વારા આદરણીય વિદેશ મંત્રીને ભેટ આપી સન્માનિત કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *