|

સુંદરતા થી ભરપુર છે IPS આઈશા ચૌધરી, UPSC ના બે પ્રયાસમાં ફેલ થતા ન માની હાર ત્રીજા પ્રયાસમાં મળી સફળતા સમગ્ર ભારત ને અપાવ્યું ગર્વ

જીવનમાં અનેક સંઘર્ષો કરી કરોડો લોકોની વચ્ચે સફળ થવું ઘણું મુશ્કેલ છે પરંતુ ઘણા લોકો આ શક્ય કરી બતાવે છે અને સફળતાના દરેક શિખરો પોતાના જીવનમાં પ્રાપ્ત કરતા હોય છે. થોડા સમય પહેલા લેવાયેલી યુપીએસસી પરીક્ષામાં 933 ઉમેદવારો સફળ થયા હતા તેમાંથી ઉત્તર પ્રદેશની આશના ચૌધરી નું નામ સામેલ હતું.આશના ચૌધરી ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાના પીલખુવાની રહેવાસી છે. એ પોતાના કાર્યોમાં શ્રેષ્ઠ હોવાની સાથે સાથે સુંદરતામાં પણ સર્વ શ્રેષ્ઠ છે.

આશના ચૌધરી પોતાને પીએચડી નો એક ભાગ માને છે કારણ કે તેમના ઘરમાં દરેક લોકો પીએચડી પ્રોફેસર છે. તેમના પિતા સરકારી નોકરી અને નાગરિક સેવાથી ખૂબ જ નજીક હતા. આ કારણથી જ આશના ચૌધરી એ સંઘર્ષો કરી યુપીએસસી પાર કરવાનો નિર્ણય કર્યો.આશના એ ગાજીયાબાદ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાં પોતાનું 12 ધોરણ પૂર્ણ કર્યું હતું.

આ બાદ દિલ્હી યુનિવર્સિટીમાં ઇંગલિશ વિષયની પસંદગી કરી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. 2023માં નવી દિલ્હી સ્થિત સાઉથ એશિયન યુનિવર્સિટી થી પોતાનું માસ્ટર પૂર્ણ કર્યું. પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ પી એસ સી ની તૈયારી માટે એક વર્ષનો બ્રેક લીધો હતો.આશના upsc ના પહેલા અને બીજા અટેપ્ટમાં ફેલ થઈ હતી પરંતુ તેણે હાર ન માની. પાંચ મહિના સુધી સતત પ્રયત્નો શરૂ રાખ્યા.

આબાદ તેણે ગ્રેજ્યુએશન પછી upsc ની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેણે છેલ્લા પાંચ વર્ષોના પ્રશ્ન પેપર સોલ કરી પૂર્ણ તૈયારી કરી હતી. આખરે તમામ સંઘર્ષો અને મહેનતથી આશના ચૌધરીએ પીએસસી 2022 ના ત્રીજા પ્રયાસમાં 116 મો રેન્ક મેળવ્યો હતો આ સાથે જ તેમને પોતાના સમગ્ર પરિવાર તથા ભારત દેશને ગર્વ અપાવ્યું હતું.

આયશા ના મમ્મીને લાગતું હતું કે તે પ્રથમ પ્રયાસમાં હાર માની જશે પરંતુ તેણે સતત પ્રયત્નો શરૂ રાખી અને આખરે પોતાના પરિવારને સફળ થઈને ગર્વ અપાવ્યું હતું. એણે પોતાના જીવનના કોઈપણ પડાઓમાં હાર ન માની હતી પરંતુ સતત પરિસ્થિતિ સામે લડી આગળ વધવાનું શીખી હતી. આ જ કારણથી તે યુપીએસસીની પરીક્ષામાં પાસ થવામાં સફળ રહી હતી.તે 5 થી 6 કલાક સતત યુપીએસસી ની તૈયારી કરતી હતી.

આયશા હમેશા પોતાના જીવનમાં સકારાત્મક અને હકારાત્મક વિચારો કરે છે તેથી જ તે સતત જીવનમાં આગળ વધી સફળતાને પ્રાપ્ત કરે છે. આયશા પોતાની યુપીએસસી પરીક્ષા દરમિયાન કોમેડી વિડિયો જોવાનું પસંદ કરતી જેથી તેનું મન પણ હંમેશા આનંદમય અને ઉત્સુકતા થી ભરેલું રહે. આજે આ આયશા ચૌધરી પર સમગ્ર ભારત ગર્વ અનુભવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *