સાઉથ ઇન્ડસ્ટ્રીના મશહુર અભિનેતા પ્રકાશ રાજએ પોતાના પુત્ર ના મૃતદેહ ને ખેતરમાં સળગાવી દીધો ત્યારબાદ એવું થયું કે..
આજના સમયમાં સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક સમાચારો સામે આવતા હોય છે. તેમાં પણ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડનાર ફેમસ એક્ટર પ્રકાશ રાજ એ પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરી સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે.સાઉથ ઇન્ડસ્ટ્રીઝ નો પાયો મજબૂત રાખવામાં સફળ એક્ટર પ્રકાશ રાજ નો ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે.

પ્રકાશ રાજ એ પોતાના જીવનમાં અનેક સફળતા પ્રાપ્ત કરી ખૂબ આગળ વધ્યા છે. તેથી જ તેને સાઉથ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે. તેના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે. પ્રકાશ રાજ પણ તેમના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે.

પ્રકાશ રાજ ને પોતાની શરૂઆત વખતે અનેક સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું હતું. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત દૂરદર્શન ની સિરીયલ બીસીલુ કુદેરેથી કરી હતી. ત્યારબાદ 1994 માં તેમણે પહેલી તમિલ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમને માત્ર ₹300 થી જ કામની શરૂઆત કરવી પડી હતી. પરંતુ તેને વોન્ટેડ ફિલ્મથી એક અલગ જ ઓળખ પ્રાપ્ત થઈ હતી આ ફિલ્મ તેમના માટે સફળતાનું પ્રથમ પગથિયું હતું. અભિનેતા એ માત્ર તમિલ ફિલ્મમાં જ નહીં પરંતુ કન્નડ જેવી ભાષાની ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ તમામ ફિલ્મમાં તેનો રોલ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

આ સાથે તેમને માત્ર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પોતાની અલગ ભૂમિકા ભજવી હતી. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સિંઘમ બુઢ્ઢા હોગા તેરા બાપ હીરોપંતી જેવી અનેક ફિલ્મોમાં રોલ નિભાવ્યો હતો તથા તમામ ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ બની હતી આ તમામ ફિલ્મોને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે. 38 વર્ષની કારકિર્દીમાં આ અભિનેતા ને પાંચ નેશનલ પાંચ ફિલ્મ કેર તથા ત્રણ વિજય એવોર્ડ મેળવ્યા છે આ તમામ સફળતા તેના સંઘર્ષને કારણે જ તેને પ્રાપ્ત થઈ છે. પરંતુ અમુક તત્વોને કારણે તેને અનેક ફિલ્મોમાંથી બહાર જવું પડ્યું હતું તેના કારણે તેના પરિવાર પર પણ ખરાબ અસર પડી હતી.
પરંતુ 2004માં તેનો પુત્ર સિધુ પતંગ ચગાવતી વખતે અચાનક પડી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રકાશ રાજે તેના પુત્રના મૃતદેહ નેખેતરમાં સળગાવી દીધો હતો આ બાદ તેના પત્ની વચ્ચે અવારનવાર અનેક ઝઘડાઓ થતા હતા.

તેથી જ બંને લોકોએ 2009માં છૂટાછેડા લીધા હતા. આમ કરીને પ્રકાશ રાજના જીવનમાં અનેક સંઘર્ષો તથા તકલીફો આવી પરંતુ તે તમામ તકલીફોને પાર કરી સતત આગળ વધતા રહ્યા આજે પણ તમામ લોકો પ્રકાશ રાજેને એક સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે ઓળખે છે.