મોલમાં ખેડૂતે ધોતી પહેરી હોવાથી ના આપ્યો પ્રવેશ સાત દિવસ માટે મોલને સીલ કરાયો ખેડૂત સંગઠન અને રાજનેતાઓ એ કર્યું વિરોધ પ્રદર્શન જુઓ સમગ્ર ઘટના

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિચિત્ર ઘટના આપણી સામે આવતી હોય છે જેની વિશે સાંભળી આપણે પણ થોડીવાર માટે વિશ્વાસ કરી શકતા નથી. થોડા સમય પહેલા જ કર્ણાટકના બેંગલોર માંથી એક મોલમાં ધોતી પહેરેલા ખેડૂતને એન્ટ્રી આપવામાં આવી ન હતી.આ ઘટનાએ ચારેકોર હોબાળો મચાવી દીધો હતો. આબાદ પોલીસ સ્ટેશનમાં વાત પહોંચતા ની સાથે જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગાર્ડ અને મોલના મેનેજર સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો કર્ણાટકના બેંગ્લોરમાં રહેતા એક યુવાને વિચાર્યું કે મારા પિતાને મોલમાં ફિલ્મ જોવા લઈ જાવ. આ બાદ દીકરો મુવી ની ટિકિટ ખરીદી જી ટી વર્લ્ડ નામના શોપિંગ મોલમાં ગયો હતો. પરંતુ તેઓ જ્યારે મુવી હોલમાં ગયા ત્યારે ખેડૂતે પહેરેલી ધોતી જોતાની સાથે જ પ્રવેશ આપ્યો ન હતો. માત્ર એટલું જ નહીં માથામાં પાઘડી જો પોતાની સાથે સિક્યુરિટી ગાડી સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તમે ધોતી પહેરેલી હોવાથી મોલમાં પ્રવેશ માટે મંજૂરી મળી શકશે નહીં.

સિક્યુરિટી ગાર્ડન આવા દુખ ભર્યા શબ્દો સાંભળતાની સાથે તેના પુત્રને ખૂબ જ દુઃખ થયું. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં તેમના પુત્ર એ શેર કરી પોતાની વ્યથા જણાવી હતી થોડી સેકન્ડોમાં સોશિયલ મીડિયામાં ચારેકોર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. આ વિડીયો કર્ણાટકના ખેડૂત સંગઠનના વ્યક્તિઓ જોતાની સાથે જ મોલ સામે હોબાળો શરૂ કરી દીધો હતો. તમામ લોકોની એક જ માંગણી અને પ્રશ્ન હતો કે આખરે ધોતી પહેરેલા ખેડૂતને મોલમાં પ્રવેશ કેમ નહી?

આ ઘટનાનો વ્યાપ એટલો વધી ગયો કે રાજકારણ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ મેદાનમાં ઉતરી મોલના મેનેજર અને સિક્યુરિટી ગાર્ડ સામે કાર્યવાહીની માંગ કરી હતી. તમામ ઘટનાઓ જોતાની સાથે જ કર્ણાટક સરકારે મોલ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. મોલના આવા વલણ સામે સાત દિવસ સુધી મોલને બંધ રાખવાની નોટિસ ફટકારી હતી. સિક્યુરિટી ગાર્ડ અને મોલના મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે વધારે પૂછપરછ અને તપાસ હાથ ધરી છે હાલમાં તો આ મામલો કર્ણાટકના બેંગ્લોર શહેરમાં ખૂબ જ ગરમાયો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *