| |

ગુજરાતના આ ખેડૂતે બનાવ્યું 51 હજારની કિંમતનું દુનિયાનું સૌથી મોંઘુ ઘી, 123 દેશોમાં ચલાવે છે ધંધો જાણો શું છે આ ઘીની ખાસિયત

આપણા ભારત દેશને ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ગુજરાતમાં મોટેભાગના લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ગુજરાતના ઘણા ખેડૂતો દિવસ રાત મહેનત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ ઘણા ખેડૂતો પોતાની કળા અને આવડતથી લાખો કરોડો રૂપિયાની કમાણી કરે છે. આવા જ એક ખેડૂત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને પોતાની બુદ્ધિ કળા અને આવડતથી ખૂબ જ ઓછા સમયમાં લાખો રૂપિયાનો ધંધો ઊભો કર્યો છે.

ગુજરાતના ગોંડલ શહેરમાં રહેતા રમેશભાઈએ એવી પ્રોડક્ટ બનાવી કે તેમની પ્રોડક્ટની માંગ આજે 123 દેશોમાં ઊભી થઈ રહી છે અને તે મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા અને છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલમાં રહેતા રમેશભાઈએ ગૌ જતન નામની સંસ્થા બનાવી હતી. આ સંસ્થામાં તે ગૌશાળા અને ગીર ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આ સંસ્થા ગોંડલ થી સાત કિલોમીટર દૂર વોટરકોડા રોડ પર આવેલી છે.

આ સંસ્થામાં રમેશભાઈ આયુર્વેદિક અને વૈદિક શાસ્ત્રોથી એક નહીં પરંતુ અનેક પ્રકારના ઘી તૈયાર કરે છે.આ ઘી 3000 થી 51000 ની કિંમત સુધીના બનાવવામાં આવ્યા છે. આ સાથે 34 પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટી તૈયાર કરી રહ્યા છે. આ ઘી ને લેવા માટે માત્ર આસપાસના ગામડાઓના વ્યક્તિ નહીં પરંતુ અરબ દેશથી અમેરિકાના લોકો પણ ઘી માટે પડા પડી કરી રહ્યા છે.

રમેશભાઈ એ પોતાની મહેનત અને સંઘર્ષોથી પોતાનો બિઝનેસ આજે સમગ્ર વિશ્વમાં ઉભો કરી દીધો છે. આ સંસ્થામાં ઘી દૂધ છાશ માખણ સાથે સાથે અગરબત્તી સાબુ શેમ્પૂ એવી 170 કરતાં પણ વધારે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.આ ઘી માત્ર એક ગાયનું નહીં પરંતુ 30 કરતાં પણ વધારે ગાયનું બનાવવામાં આવે છે.

ગાયના ગોબર થી અનેક આવાસો બનાવવામાં આવ્યા છે જેમાં સંસ્થાની ગાયો વસવાટ કરે છે આ સંસ્થા કુદરતી વાતાવરણ અને પ્રકૃતિ વચ્ચે બનાવવામાં આવી છે. રમેશભાઈ પોતાની તમામ ગાયોની વૈદિક મંત્રોચ્ચારથી પૂજા કરે છે. ગાય માતાના આશીર્વાદથી રમેશભાઈ આજે 123 દેશોમાં પોતાનો બિઝનેસ વધાર્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *