જૂનાગઢના ખેડૂત પાસે અંગ્રેજો વખતના એવા સિક્કાઓ મળ્યા કે તેમના ઘરે લોકો મોટી સંખ્યામાં ભેગા થયા, જુઓ આ સિક્કાની તસવીરો
આજના સમયમાં સામાન્ય લોકો માટે ખજાનો એટલે તેમને જાણે બધું જ મળી ગયું હોય તેવો શબ્દ બની ગયો છે કારણ કે ખજાનો નામ સાંભળી નાનામાં નાના બાળકોને પણ મજા આવી જતી હોય છે. હાલના સમયમાં જૂનાગઢના દાત્રાન ગામના રહેવાસી ખેડૂત પાસે આઝાદી વખતનો ખજાનો મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. આજે આપને બતાવીશું કે જૂનાગઢમાં રહેતા સામાન્ય ખેડૂત પાસે આઝાદી વખતનો કેવો ખજાનો છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે જૂનાગઢના નાનકડા ગામમાં રહેતા સામાન્ય ખેડૂત નથું ભાઈએ આઝાદી વખતના વર્ષો જુના સિક્કાઓનો સંગ્રહ કર્યો છે. આજે આપણી આસપાસ ભાગ્યે જ થોડા વર્ષો પહેલા ના સિક્કા અને ચલણી નોટોનો જોવા મળે છે તેવા સમયમાં જૂનાગઢના આ ખેડૂતે આઝાદી વખતના જુના સિક્કાઓનો ખજાનો લોકો સમક્ષ મૂક્યો હતો.
પહેલાના સમયમાં રાજા મહારાજાઓને અંગ્રેજો પોતાના નામનો સિક્કો બનાવતા હતા પરંતુ આજના સમયમાં આવો સિક્કો જુઓ પણ ખૂબ મુશ્કેલ છે તેવા સમયમાં આ ખેડૂતે સિક્કાઓનો સંગ્રહ બહાર કાઢી ભારતીય સંસ્કૃતિ અને તેના વારસાઓને આજના બાળકોને પેઢીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
જુના સિક્કાઓ વિશેની માહિતી આજના બાળકોને પેઢીઓ મેળવી શકે તેવો આ ખેડૂતનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તેથી જ આ જુના સિક્કાઓ બહાર લાવી ભારતીય સંસ્કૃતિ અને તેના વારસાને ફરી વાર જીવંત કરી હતી. એમણે કહ્યું હતું કે આ તમામ સિક્કાઓને નોટો તેણે ખરીદીને લીધા છે આ તમામ સિક્કાઓમાં રાજા મહારાજાઓના નામ તેમના ચિત્રો અને અંગ્રેજોના નામ અને ચિત્રો સામેલ છે.
આ સિક્કાઓનો સંગ્રહ એટલા માટે કર્યો છે કે આવનારી પેઢી અને બાળકો આ સિક્કા વિશે માહિતી મેળવી આપણા ઇતિહાસ વિશે માહિતગાર બની શકે આ ખેડૂતના ઘરે ઘણીવાર બાળકો સિક્કાઓ જોવા માટે અને તેમની માહિતી મેળવવા માટે આવે છે જેથી કરી ભારતની સંસ્કૃતિ અને વિદેશની સંસ્કૃતિ જીવંત રહી શકે અને શ્રેષ્ઠથી સર્વ શ્રેષ્ઠ જ્ઞાન મેળવી પોતાના જીવનમાં સતત આગળ વધી શકે ખેડૂતના વિચારને તમામ ગ્રામજનોએ ખૂબ વધાવ્યો હતો હાલમાં તો આ સિક્કાઓ અને નોટો ચર્ચાનો વિષય બની ગયો છે અને સોશિયલ મીડિયામાં આ તમામ સિક્કાઓ ખૂબ જ વાયરલ થયા હતા.