પિતાનું અયોધ્યા મંદિર જવાનું હતું સપનું-પરંતુ પુત્ર એ ઘરની બાર કાઢી મૂક્યા ત્યારબાદ જે થયું તે જાણીને તમારા હોંશ ઉડી જશે
આજકાલ સોશિયલ મીડિયામાં અનેક વિડિયો સામે આવતા હોય છે પરંતુ ઘણા વિડિયો દિલને સ્પર્શે જતા હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.ભારતીય ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અનીશ ભગતે પોતાનો દયાળુ અને માયાળુ સ્વભાવ પ્રસ્તુત કર્યો હતો. થોડા દિવસ પહેલા ધોરણ 10 ના ટોપર પ્રાચીન નિગમને તેના વાળ માટે ઘણા મજાકનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે પણ અનીશ ભગત મેદાનમાં ઊતર્યા હતા અને તેમને ન્યાય અપાવ્યો હતો.

આ બાદ ફરીવાર અનીશ ભગતે લોકોના દિલ જીતી લીધા છે. અને ચારેકોર વાહ વાહ થઈ રહી છે. હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે અનીશ ભગત એક સિક્યુરિટી ગાર્ડને મળી રહ્યો છે. આ સિક્યુરિટી ગાર્ડનું નામ વ્યાસજી છે અને તેઓ કહી રહ્યા છે કે તે 65 વર્ષની ઉંમરે પણ કામ કરી રહ્યા છે. આ સાથે તેમનો એક પુત્ર પણ છે પરંતુ તે તેને છોડીને ચાલ્યો ગયો છે હવે તેનો આધાર પણ કોઈ રહ્યું નથી.

આ પછી સિક્યુરિટી ગાર્ડ પાસેથી જાણવા મળે છે કે તેમનું સપનું અયોધ્યા રામ મંદિર દર્શન કરવાનું છે આ સાંભળતાની સાથે જ અનિશ ભગત એમના સ્વપ્નને સાકાર કરવાનું નક્કી કરે છે. ને તરત જ ટિકિટ બુક કરાવે છે જેથી જલ્દીથી વ્યાસજી ભગવાન શ્રીરામના દર્શન કરી શકે જ્યારે આ વાતની સિક્યુરિટી ગાર્ડને ખબર પડે છે ત્યારે તેને ખૂબ જ નવાઈ લાગે છે અને ખુશ થઈ જાય છે. માત્ર એટલું જ નહીં પરંતુ સિક્યુરિટી ગાર્ડ નું સપનું પૂરું કરવા માટે અનીશ ફ્લાઇટની ટિકિટ બુક કરાવે છે.
સિક્યુરિટી ગાર્ડ તેમના જીવનમાં પ્રથમવાર ફ્લાઇટની સફર કરી પોતાના સપનાના સ્થળ અયોધ્યા પહોંચી ભગવાન શ્રીરામના દર્શન કરી ધન્યતા નો અનુભવ કરે છે. માત્ર એટલું જ નહીં પરંતુ ભગવાન શ્રીરામની મૂર્તિ જોતાની સાથે જ તેમની આંખોમાં ખુશીના આંસુ જોવા મળે છે ખરેખર અનીશ ભગતે એક સિક્યુરિટી ગાર્ડનું સપનું પૂરું કરી લાખો લોકોના દિલ જીતી લીધા છે અને વ્યાસજીને પણ ભગવાન શ્રીરામના દર્શન ખૂબ જ સુંદર રીતે કરાવ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ મન ભરીને અનિશ ભગતના વખાણ કરી રહ્યા છે સાથે સાથે લોકોએ જયશ્રીરામના નારા લગાવ્યા હતા.