|

સંતાનોને છાયડો આપતું પાત્ર એટલે પપ્પા

પિતા તે એક દુનિયાનો સર્વશ્રેષ્ઠ સંબંધ છે માતા પછી જો કોઈ આપણા માટે વિશિષ્ટ હોય તો તે પિતા છે. આજના સમયમાં દરેક બાળકો માટે મોટેભાગે તેના પિતા જ તેના પ્રેરણાદાયી તથા માર્ગદર્શક હોય છે. પિતા આપણને આપણા જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા પાઠો શીખવતા હોય છે. પિતાએ એક પ્રેરણા સ્ત્રોત છે પપ્પા આ શબ્દ બોલતાની સાથે જ કોઈ પણ પરિસ્થિતિ સામે લડવાનો આત્મવિશ્વાસ આવી જાય છે. પોતાના સંતાન માટે પોતાની તમામ ઈચ્છા તથા સપનાઓનું ત્યાગ કરતું માત્ર એક પાત્ર એટલે પિતા પપ્પા એટલે સુખ-દુઃખમાં વૃક્ષની જેમ છાયો અને પુત્રને સાથ આપતું પાત્ર તે દુનિયા જીતવાની સાથે સાથે દુનિયાને સમજતા પણ શીખવે છે.

પપ્પાએ માત્ર પપ્પા જ નથી પરંતુ પરિવાર તથા પોતાના સંતાનો માટે સમગ્ર વિશ્વ હોય છે પિતા જેવું વિશાળ કાઈ વ્યક્તિત્વ આજ સુધી આ દુનિયામાં બન્યું નથી અને બનશે પણ નહીં કારણકે પિતાએ દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી છે. જે વાંચીને કોઈપણ વ્યક્તિ સમગ્ર દુનિયા જીતી શકે છે. એક પણ એવું ક્ષેત્ર નથી જ્યાં પિતાને સફળતા ના મળી હોય કારણ કે પોતાના સંઘર્ષો થકી જ પોતાની દિશા બતાવતા તે પોતાના સંતાનને શીખવે છે. દરેક સંઘર્ષ છતાં પરિસ્થિતિ સામે નીડર બનીને લડવાની તાકાત આપણને પપ્પા પાસેથી જ મળે છે. ભગવાન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા તેથી જ તેને પિતાનું સર્જન કર્યું છે.

આપણે ક્યારેય ભગવાને જોયા નથી પરંતુ પિતામાં જ આપણને ભગવાનના દર્શન થાય છે ભગવાન પાસે આપણે માગવું પડે છે પરંતુ માગ્યા વગર જ આપણને કોઈ આપી દેતું હોય તો તે આ દુનિયામાં માત્ર પિતા જ છે પિતાનું ઋણ દુનિયાનો કોઈ પણ દીકરો ચૂકવી શકતો નથી પરંતુ તે દીકરો પોતાના જીવનમાં સફળ થઈને પોતાના પિતાના સપના જરૂરથી સાકાર કરી શકે છે પિતાની હિંમત જ પોતાના પરિવાર તથા સંતાનોને ક્યારેય હારવા નથી દેતી અત્યાર સુધી આપણે ઘણા પુસ્તકો વાંચ્યા હશે પરંતુ પિતાથી વિશિષ્ટ પુસ્તક આજ સુધી ક્યારે મળ્યો નથી અને મળશે પણ નહીં પિતાએ કરેલા ઉપકારો કોઈ પણ વ્યક્તિ પોતાની જિંદગી દરમિયાન પણ કહી શકતો નથી તેના ઉપકારોનો કોઈ પાર જ નથી તેમ પણ કહી શકાય તેથી જ કહી શકાય કે બાપ વગરનું જીવન લગભગ અશક્ય સમાન છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *