રખડતા ઢોરે વિકલાંગ માતા-પિતાની સેવા કરનાર દીકરાનો જીવ લીધો…માતાને હજુ પણ ખબર નથી કે દીકરો આ દુનિયામાં નથી રહ્યો…’ઓમ શાંતિ’
ગુજરાતમાં ઘણી વાર રખડતા ઢોરના ત્રાસને કારણે અનેક લોકોના જીવ ગુમાવવાના સમાચાર સામે આવતા હોય છે. તેથી જ રસ્તા પર ચાલતા લોકો હવે રખડતા ઢોર થી ડરી રહ્યા છે અત્યાર સુધીમાં કેટલાય લોકોએ રખડતા ઢોરને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. જેમાં એક યુવકનું મૃત્યુ થયું હોવાથી વિકલાંગ માતા પિતા નોંધારા બન્યા છે તેનો સહારો છૂટો પડી ગયો હતો.
મળતા સમાચાર અનુસાર ચાર દિવસ પહેલા એક યુવક પોતાની માતાને બેસાડીને સેક્ટર 24 તરફ જતો હતો ત્યારે અચાનક જ એક રખડતા ઢોરે જોરથી ટક્કર આપી હતી. જેને કારણે ગાડીનું સંતુલન ગુમાવવાથી માતા અને દીકરો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર અર્થે આસપાસના લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા અને દીકરાની લાંબી સારવાર ચાલી હતી ત્યારબાદ ચાર દિવસ પછી દીકરાને મૃત જાહેર કરવામાં આવ્યું હતું. 29 જૂનના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ યુવક ગોતીલાલ શાહ તેની માતાને લઈને જઈ રહ્યો હતો.
અચાનક જ સામે ગાય આવતા તેની સાથે active થઈ હતી ત્યારબાદ તેનું સંતુલન ગુમાવવાથી તેઓ નીચે પડ્યા હતા. યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને માતાના મોઢાના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દીકરાને ખૂબ વધારે પ્રમાણમાં ઈજા થવાને કારણે મૃત્યુ થયું હતું.
દીકરાનું મૃત્યુના સમાચાર સાંભળતા ની સાથે જ વિકલાંગ થયેલા નોંધારા માતા પિતા માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. નિહાલ તેના માતા-પિતાનો એક જ સહારો હતો પરંતુ આ ઘટના બાદ તેનો સહારો હંમેશા માટે છૂટો પડી ગયો હતો તેના માતા પિતાની માટે દુનિયામાં એક તેનો પુત્ર જ આધાર હતો પરંતુ આજે તેનો આધાર તેનાથી દૂર થઈ ગયો હતો. મૃતક યુવક નિહાલ એક્સિસ બેન્ક માં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતો હતો.