રાધિકાની વિદાય વખતે ભાવુક થયા પિતા વિરેન મર્ચન્ટ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા માતા પિતા જુઓ વાયરલ વિડિયો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અને રાધિકાના લગ્ન માટે દેશ-વિદેશથી તમામ મહેમાનો બિઝનેસમેન બોલીવુડ હોલીવુડ સુપરસ્ટાર ડાયરેક્ટર ગુજરાતી કલાકાર સિંગર સહિત તમામ લોકો મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે વધારી અંબાણી પરિવારના આ શુભ લગ્ન પ્રસંગે ખાસ અને જીવનભર માટે યાદગાર બનાવ્યો હતો લોકો અંબાણી પરિવારના ઘર આંગણે આયોજિત થયેલ આ લગ્નને પોતાના જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહીં.
આ લગ્નને ભારતીય પરંપરાગત અને હિન્દુ રીત રિવાજ અનુસાર આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં તમામ લોકો અંબાણી પરિવારના સંસ્કાર સંસ્કૃતિને સભ્યતાના ખૂબ જ વખાણ કર્યા હતા આટલા મોટા અમીર પદ પર હોવા છતાં પણ પોતાના ધર્મ અને સંસ્કૃતિના રસ્તા ઉપર ચાલી સતત પોતાના જીવનમાં આગળ વધે છે.
આ કારણથી જ સમગ્ર દેશ દુનિયામાં અંબાણી પરિવાર પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ અંબાણી પરિવાર એ આવેલા તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું તથા પોતાના આમંત્રણ ને માન આપી લગ્નમાં હાજરી આપવા બદલ અભિનંદન અને આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ લગ્નને મહિમાનો માટે વધુ યાદગાર બનાવવા માટે તમામ લોકોને કરોડોની કીમતી ઘડિયાળ પણ અંબાણી પરિવાર તરફથી ભેટ આપવામાં આવી હતી.
આ કારણથી જ અનંત અને રાધિકાના લગ્ન સમગ્ર દુનિયામાં ખૂબ જ ખાસ બન્યા હતા અને લોકોની વચ્ચે ચર્ચામાં રહ્યા હતા. આ લગ્ન બાદ રાધિકાની વિદાય નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો પણ ખૂબ જ ભાવુક થયા હતા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે દરેક પિતા માટે પોતાની દીકરીની વિદાય જીવનનો સૌથી મુશ્કેલ સમય હોય છે પરંતુ સમય અને રીતરિવાજ મુજબ જીવ કરતાં પણ વધારે વહાલી દીકરી ને દિલ પર પથ્થર રાખીને દરેક બાપને વિદાય આપવી જ પડે છે.
આ વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે અંબાણી પરિવારની વહુ અને મર્ચન્ટ પરિવાર ની દીકરી વિદાય વખતે ખૂબ જ ભાવુક થઈ હતી તથા પરિવારના તમામ સભ્યોને ભેટીને રડતી જોવા મળે છે. આબાદ પંડિતજી તેમના હાથમાં ભગવાનની મૂર્તિ અર્પણ કરે છે અને ધીરે ધીરે આગળ વધારતા જોવા મળે છે. આ સમય વખતે રાધિકાની આંખોમાં પોતાનું ઘર અને પરિવારજનોને છોડવાનું દુઃખ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આબાદ પોતાની માતા અને પિતાને ભેટી ખૂબ જ ભાવુક થઈ રડતી રાધિકા જોવા મળે છે માત્ર એટલું જ નહીં પરંતુ આ સમય વચ્ચે રાધિકાના સસરા મુકેશ અંબાણી પણ ખૂબ જ ભાવુક થયા હતા. કારણકે અંબાણી પરિવાર તેમને પોતાની પુત્રવધુ નહીં પરંતુ દીકરી સમાન પ્રેમ અને લાગણી વ્યક્ત કરે છે આ કારણથી જ રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ પોતાની દીકરી માટે થોડા ચિંતા મુક્ત થતા જોવા મળ્યા હતા.
હાલમાં તો આ ભાવુક દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેને જોતાની સાથે જ તમામ લોકોએ કોમેન્ટ ના માધ્યમ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી હતી. હવે રાધિકા અંબાણી પરિવારની વહુ બની ગઈ છે ત્યારે પોતાની ભાભી અને સાસુએ ઘર આંગણે એન્ટિલિયામાં પુષ્પ વર્ષા અને આરતી ઉતારી નવી વહુનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં આંબાની પરિવાર સહિત તમામ સગા સંબંધીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આબાદ 13 જુલાઈ 2024 ના રોજ નવદંપત્તિ માટે આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ 14 જુલાઈ 2024 રવિવારે રિસેપ્શન પાર્ટી એટલે કે મંગલ મહોત્સવ કાર્યક્રમનું ખૂબ જ ભવ્ય અને ધામધૂમથી આયોજન થયું હતું.