ગામડિયાનું દિલ આવ્યું નેધરલેન્ડની ગોરી યુવતી પર ગ્રામજનોએ નેધરલેન્ડની યુવતીનું કર્યું ભવ્ય સ્વાગત બંને લોકોએ કર્યા ધામધૂમથી લગ્ન – જુઓ વાયરલ તસવીરો
આપણા ભારતની આ ભૂમિમાં પ્રેમને પવિત્ર બંધન માનવામાં આવે છે દરેક લોકો કોઈ ચોક્કસ ઉંમરે પ્રેમના બંધનમાં બંધાતા હોય છે અને પોતાના જીવનની નવી શરૂઆત કરતા હોય છે ઘણા પ્રેમને કોઈ પણ જાતની નાત જાત ધર્મ કે સીમા નડતી નથી તેઓ માત્ર પ્રેમને જ પોતાનું સર્વસ્વ માને છે આવો જ એક ખૂબ જ સુંદર કિસ્સો સામે આવ્યો છે જેમાં નેધરલેન્ડની એક યુવતીના લગ્ન ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના બલોટી ગામના હાર્દિક વર્મા સાથે થયા હતા. આ પ્રેમ કહાની સોશિયલ મીડિયામાં પણ ચર્ચામાં વિષય બની ગઈ છે.

આ પ્રેમ કહાની ની જો વિસ્તારમાં વાત કરીએ તો હાર્દિક છેલ્લા સાત વર્ષથી નેધરલેન્ડની બ્રોકસેફ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. આ જ કંપનીમાં નેધરલેન્ડ ની એક યુવતી સાથે આ યુવકને પ્રેમ થયો હતો ત્યારબાદ આ યુવક અને યુવતી લગભગ અઢી વર્ષથી લીવ ઇન રિલેશનશિપમાં રહ્યા હતા ત્યારબાદ આ યુવકની ગર્લફ્રેન્ડ યુવકના ગામમાં આવી હતી. જ્યાં તેમના પરિવાર તથા સમગ્ર ગામ જનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશની આ ગોરી યુવતી ને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા.

ગામ લોકોનું સ્વાગત જોઈ નેધરલેન્ડ ની ગોરી પણ ખૂબ જ ખુશ થઈ હતી તથા તેના ખૂબ વખાણ કર્યા હતા અને સાથે સાથે આભાર પણ વ્યક્ત કર્યો હતો. પરિવારજનોની સંમતિ સાથે યુવક અને યુવતી લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા લગ્નની તમામ વિધિ હિન્દુ સંસ્કૃતિના મંત્રોચ્ચાર સાથે થઈ હતી. નેધરલેન્ડ ની આ યુવતીએ હિન્દુ સંસ્કૃતિ તથા ભારતીય સંસ્કૃતિના ખૂબ જ વખાણ કર્યા હતા. લગ્ન બાદ બંને લોકોએ વડીલોના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા તથા ગામની આસપાસના અનેક સ્થળોની મુલાકાત પણ લીધી હતી.

હાલમાં તો સોશિયલ મીડિયામાં આ લગ્ન અને પ્રેમ કહાની એક ચર્ચાનો વિષય બની ગઈ છે યુવકનો પરિવાર લગભગ બે વર્ષોથી ગુજરાતના ગાંધીનગરના કલોલમાં રહે છે યુવકની બંને બહેનો ના લગ્ન થઈ ચૂક્યા છે આ લગ્ન બંને લોકોના પરિવારની સંમતિથી થયા હતા. ત્યારબાદ નેધરલેન્ડની યુવતીએ કહ્યું હતું કે હું આ લગ્નની ખૂબ જ ખુશ છું તથા મને ભારતની સંસ્કૃતિ પણ ખૂબ જ પસંદ આવી છે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને આ યુવક સાથે લગ્ન કરવાનું સપનું સાકાર થયું. આવા તો અનેક લગ્ન તથા પ્રેમ કહાની સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જે લોકોની વચ્ચે સમય જતા ચર્ચાનો વિષય બની જતી હોય છે.
